ગોધરા : સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને ઉમેદવારોની પસંદગી પણ થઈ જવા પામી છે. ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 26 લોકસભા બેઠક ઉપર 26 એ 26 ઉમેદવારોને પાંચ લાખની લીડ થી કઈ રીતે જીતાડી શકે તે માટે મિટિંગનો દોર શરૂ કરી દીધો છે. ત્યારે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલ ચંદનબાગ પાર્ટી પ્લોટ ખાતે કી વોટર્સ સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં પંચમહાલ 18 લોકસભા બેઠક પરના પ્રભુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહેનાર છે. જેને લઈને ગોધરા શહેરના ચંદન બાગ પાર્ટી પ્લોટમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આવતીકાલે ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલા ચંદનબાગ પાર્ટી પ્લોટ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિતમાં પંચમહાલ લોકસભા બેઠકના કી વોટર્સ સાથે સંવાદ કાર્યક્રમ સાધવામાં આવશે. જેમાં પંચમહાલ લોકસભા બેઠક પ્રભુધ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજવાના છે અને પંચમહાલ જીલ્લાની લોકસભા બેઠક ઉપર મતદાનની પ્રક્રિયા દરમિયાન મતદારોને બુથ સુધી કઈ રીતે પહોંચાડવા તેવી વિવિધ પ્રકારની પ્રક્રિયાઓને લઈને સંવાદ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ છે.