ગોધરા ચંચેલાવ-સંતરોડ વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર માલગાડીની અડફેટમાં અજાણી મહિલાનું મોત

ગોધરા, ગોધરા તાલુકાના ચંચેલાવ અને સંતરોડ રેલ્વે સ્ટેશન વચ્ચે તા.19 ડીસેમ્બરના રોજ અજાણી મહિલા માલગાડીની અડફેટમાં આવી જતાં મરણ ગયેલ હોય આ બાબતે ગોધરા રેલ્વે પોલીસ દ્વારા ગોધરા તાલુકા પોલીસ ફરિયાદ નોંધાવી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ચંચેલાવ અને સંતરોડ રેલ્વે સ્ટેશન વચ્ચે 19 ડીસેમ્બરના રોજ અજાણી મહિલા રેલ્વે પાઈપ લાઈન ઉપર માલવાડી નં. ટીએસડબલ્યુએસ ની અડફેટમાં આવી જતાં મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે ગોધરા રેલ્વે પોલીસ દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.