સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર એવા BZ ગ્રૂપની કંપની દ્વારા 6 હજાર કરોડ કૌભાડ બહાર આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામા આવી છે. ત્યારે ગોધરા શહેરમા દાહોદ રોડ ઉપર તેની વધુ એક શાખા આવેલી છે. જ્યાં હાલમા તે ઓફીસ પર ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે. બીજીબાજુ પંચમહાલમાં ઘણા ખરા રોકાણકારોએ આ કંપનીમાં નાણા રોક્યા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે.
ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલા બીઝેડ ગ્રુપની ઓફિસને તાળા જોવા મળી રહ્યા છે. રાજ્યભરમાં બીઝેડ ગ્રુપ નું 6 હજાર કરોડનું કૌભાંડ બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે ગોધરા શહેરમાં આવેલી બીઝેડ ગ્રુપની ઓફિસને તાળા લાગતા અનેકતર્ક વિતર્ક સર્જાયા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા ગૂજરાતમા આવેલી ઓફીસમાં તપાસ હાથ ધરતા ઓફિસ સંચાલકો ભુગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
પંચમહાલ જિલ્લામાં પણ કેટલા રોકાણકારો પાસેથી ત્રણ વર્ષમાં બમણી રકમ આપવાની લાલચ આપી છેતરપિંડી કરી છે? તે તપાસનો વિષય બન્યો છે. ત્યારે બીઝેડ ગ્રુપનું જે રીતે રાજ્યભરમાં કૌભાંડ બહાર આવતા અનેક રોકાણકારો મુંઝવણમાં મુકાઈ ગયા છે. જ્યારે બીજી બાજુ પંચમહાલ જિલ્લામાં બીઝેડ ગ્રુપના કેટલાક એજન્ટો કામગીરી કરતા હતા તે પણ તપાસનો વિષય છે.