- ટ્રેકટરમાં સવાર ત્રણ વ્યકિતઓને ઈજાઓ
ગોધરા તાલુકાના ગોધરા-વડોદરા બાયપાસ રોડ કોરડા ગામ પાસે ટ્રાવેલ્સના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી અને આગળ ચાલતા ટ્રેકટરને પાછળથી ટકકર મારતા ટ્રેકટરની ટ્રોલીમાંથી 54 વર્ષિય વ્યકિતે નીચે રોડ પડી જતાં ટ્રાવેલ્સના આગળના ટાયર નીચે આવી જતાં મરણ ગયેલ જયારે ટ્રેકટર અને ટ્રોલીમાં બેઠેલ ત્રણ વ્યકિતઓને ઈજાઓ પહોંચાડી ટ્રાવેલ્સ ધટના સ્થળે મુકી નાસી જઈ ગુનો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના ગોધરા-વડોદરા બાયપાસ રોડ કોટડા ગામ પાસેથી ટ્રાવેલ્સ નં.જીજે-14-એકસ-9928ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી રોડ ઉપર આગળ ચાલતા ટ્રેકટર નં.જીજે-07-ડીએફ-5991ને પાછળથી ટકકર મારતા ટ્રેકટરની ટ્રોલીમાં બેઠેલ રામસિંગભાઈ પુજાભાઈ બારીયા(ઉ.વ.54)જે ટ્રોલીમાંથી નીચે રોડ ઉપર પડીને ટ્રાવેલ્સના આગળના વ્હિલમાં આવી જતાં કરૂપ મોત નીપજયું હતુ. જયારે ટ્રોલીમાં બેઠેલ દિલીપભાઈ કનુભાઈ બારીયાને કમરના ભાગે ઈજાઓ થઈ હતી. ટ્રેકટરમાં આગળ બેઠેલ વિજયભાઈ પરમાર અને અજયભાઈ ભારતભાઈ પરમાર નાની મોટી ઈજાઓ પહોંચાડીને ટ્રાવેલ્સનો ચાલક પોતાનુ વાહન ધટના સ્થળે મુકીને નાસી ગયો હતો.આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.