ગોધરા,ગોધરા શહેરના બાવચાવાડ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી પાસે માધવકુંજ કાર્યાલય ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત અને વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ નવમી શોભાયાત્રાના આયોજનને લઈને એક મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સમસ્ત હિંદુ સમાજના આગેવાનો હોદ્દેદારો તમામ ધાર્મિક સંગઠનો તેમજ ગણપતિ મંડળ અને નવરાતી મંડળોના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.અને શ્રી રામ નવમીની શોભાયાત્રા અતિ ભવ્ય રીતે યોજાય તે માટે દરેક સમાજના લોકોના સૂચનો લેવામાં આવ્યા હતા.
ગોધરા શહેરમાં રામ નવમી નિમિત્તે ભગવાન શ્રીરામની ભવ્ય શોભયાત્રાના આયોજન માટે ગોધરા નગર માધવ કુંજ કાર્યાલય ખાતે વિસ્તૃત મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સમાજના વિવિધ જ્ઞાતિના આગેવાનો, ગણેશ અને નવરાત્રિ મંડળોના આગેવાનો તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા ગોધરા શહેરમાં અતિ ભવ્ય બનાવવા માટે આ મીટીંગનું આયોજન કરાયુ હતું અને ભગવાન શ્રીરામએ સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે,માટે હિન્દુ સમાજના બધી જ જ્ઞાતિના લોકો આ યાત્રામાં જોડાય અને સમરસ યાત્રા બને એનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય થી અતિ ભવ્ય યાત્રા બનાવવા માટે આવેલ અગ્રણીઓ એ સૂચનો કર્યા હતા અને બધા સાથે મળીને ભવ્ય યાત્રા બની રહે એવી યોજના બનાવવામાં આવી હતી.