ગોધરા બાયપાસ હાઈવે ભારત પેટ્રોલપંપ ઉપર ટ્રક ચાલકે અચાનક વાહન વળાવી દેતા બાઈકને ટકકર : બાઈક પાછળ બેઠેલ પુત્ર ઉપર ટાયર ફરી વળતા મોત

ગોધરા, ગોધરા બાયપાસ હાઈવે દયાલ ગામ પાસે ભારત પેટ્રોલપંપ આગળ બાઈક ચાલક પોતાનુ બાઈલ લઈ વડોદરાથી મોટા બામણા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે અચાનક પોતાની ટ્રક પેટ્રોલપંપ તરફ વળાવી દેતા બાઈકને અથડાવી દેતા બાઈક ચાલક પાછળ બેઠેલ વ્યકિત અને તેનાનો છોકરો રોડ પર પી જતાં છોકરા ઉપર ટ્રકનુ ટાયર ચઢી જતાં છોકરાનુ ધટના સ્થળે મોત નીપજવા પામ્યુ હતુ. ટ્રક ચાલક વાહન મુકી નાસી જતાં ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા બાયપાસ હાઈવે રોડ દયાલ ગામ પાસે ભારત પેટ્રોલપંપ આગળથી બાઈક નં.જીજે-17-બીએસ-3558 લઈને દિનેશભાઈ ચંદુભાઈ ડામોર જે વડોદરાથી પોતાના ગામ મોટા બામણા તરફ જઈ રહ્યા હતા ત્યારે ભારત પેટ્રોલપંપ આગળ ટ્રક નં.જીજે-27-ટીએફ-0381ના ચાલકે પોતાનુ વાહન અચાનક પેટ્રોલપંપ તરફ વળાવી દઈ બાઈક ચાલક દિનેશભાઈ ડામોર, જશોદાબેન અને તેના છોકરા ધવલને રોડ ઉપર પાડી દીધા હતા અને છોકરા ધવલ ઉપર છાતીના ભાગે ટ્રકનુ ટાયર ચઢાવી દેતા ગંભીર ઈજાઓ થતાં છોકરા ધવલનુ ધટના સ્થળે મોત નીપજાવી ટ્રક ચાલક ટ્રક છોડી નાસી છુટતા આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.