ગોધરા-વડોદરા બાયપાસ ગદુકપુર ગામે ટેન્કર ચાલકે એકટીવાને ટકકર મારતાં ચાલક સહિત ત્રણને ઈજાઓ

ગોધરા,ગોધરા-વડોદરા બાયપાસ રોડ ઉપર ગદુકપુર ગામ પાસે ટેન્કર ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંંકારી લાવી એકટીવાને એકસીડન્ટ કરી ચાલકે 5 વર્ષીય બાળકી અને મહિલાને ઈજાઓ પહોંચાડી ટેન્કર લઈ નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા-વડોદરા બાયપાસ રોડ ઉપર ગદુકપુર ગામ પાસે પસાર થતાંં ટેન્કર નં.જીજે.35.ટી.7383ના ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે હકારી લાવી એકટીવા નંબર જીજે.06.એચવી.9390ને અડફેટમાં લઈ અકસ્માત સર્જયો હતો. જેને લઈ એકટીવા ચાલક હર્ષવર્ધનને પગના ભાગે ફેકચર કરી 5 વર્ષીય વંશીને જમણા હાથે ફેકચર તેમજ મોઢા તથા છાતીના ભાગે ઈજાઓ પહોંચાડી નિધીબેનને પીઠના ભાગે ઈજાઓ પહોંચાડી ટેન્કર ચાલક વાહન લઈ નાશી છુટેલ હોય આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.