ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડને કામચલાઉ ભુરાવાવ એસટી ડેપો ખસેડવાની કામગીરી શરૂ થઇ છે. આગામી 3 માસમાં એજન્સી તમામ સુવિધાઓ સાથેનું બસ સ્ટેન્ડ બનાવતા શહેરનો ટ્રાફીક તો ઘટશે પણ બસના કી.મી વધતા ભાડા વધારો મુસાફરોના માથે ઝિંકાશે .ગોધરામાં શહેરા ભાગોળ ખાતે રેલ્વે અંડરપાસ, ભુરાવાવ પાસે રેલ્વે ઓવર બ્રીજ તથા શહેરમાં ફલાય ઓવરની કામગીરીના લીધે ભુરાવાવથી ચર્ચ સર્કલ સુધી ભારે ટ્રાફીક થાય છે. ગોધરા બસ સ્ટેન્ડમાં 24 કલાકમાં 800 બસો આ વન જાવન કરે છે. રોજ બસમાં 30 હજાર કરતા વધુ મુસાફરો મુસાફરી રહે છે.
- આગામી 3 માસમાં એજન્સી તમામ સુવિધાઓ સાથેનું બસ સ્ટેન્ડ બનાવશે.
- શહેરનો ટ્રાફીક તો ઘટશે પણ બસના કી.મી વધતા ભાડા વધારો મુસાફરોના માથે ઝિંકાશે.
- ગોધરા બસ સ્ટેન્ડમાં 24 કલાકમાં 800 બસો આ વન જાવન કરે છે
ફલાય ઓવરની કામગીરી શરૂ થતી વખતે કલેકટરે બસ સ્ટેન્ડને ભુરાવાવ ખાતે લઇને જવાનું જાહેરનામું બહાર પાડયું હતુ. પણ અડચણો આવતી હતી. આખરે એસટી નિગમ દ્વારા લાલબાગ બસ સ્ટેન્ડે કામચલાઉ ભુરાવાવ ખાતેના એસટી વર્કશોપ પાછળ ખસેડવાની મંજુરી આપી છે. એસટી વિભાગે ટેન્ડર બહાર પાડીને નવીન બસ સ્ટેન્ડ બનાવવા માટે એજન્સી નક્કી કરી છે. જે બે થી ત્રણ માસમાં નવીન બસ સ્ટેન્ડ બન્યા બાદ લાલબાગ બસ સ્ટેન્ડને ભુરાવાવ ખાતે ખસેડવામાં આવશે તેમ એસટી નિયામકે જણાવ્યું છે. બસ સ્ટેન્ડ ખસેડાતાં શહેરમાં ટ્રાફીકનો ભારણ ઘટશે. જયારે મુસાફરોને ભુરાવાવ જવા રીક્ષાનો ખર્ચો તો વધશે. જ. સાથે જે બસોના કિ.મી.ના અંતરમાં વધારો થશે તે બસોના મુસાફરોના ભાડામાં વધારો પણ મુસાફરોના માથે આવશે.
બસોના સમયપત્રકમાં ફેરફાર કરાશે લાલબાગ બસ સ્ટેન્ડ ભુરાવાવ ખાતેના એસટી વર્કશોપમાં ખસેડાશે તો વડોદરા તરફથી આવતી બસો તુપ્તી હોટલ થઇ બાયપાસથી લુણાવાડા ચોકડી થઇને ભુરાવાવ બસ સ્ટેન્ડમાં આવશે. જયારે દાહોદની બસો પરવડી ચોકડી થઇને લુણાવાડા ચોકડી થઇને ભુરાવાવ બસ સ્ટેન્ડ પર આવશે. જેથી વડોદરાથી આવતી બસનો 25 કી.મી નો વધારાનો ફેરો થશે. જેથી મુસાફરીના ભાડામાં વધારો કરાશે. તેમજ બસનો રનીંગ ટાઇમ પણ વધશે. જેથી બસના સમયમાં ફેરફાર કરાશે.
બી આર.ડીડોંર , નિયામક એસટી વિભાગ, ગોધરા.
ભુરાવાવ ખાતે બસ સ્ટેન્ડ કામ ચલાઉ હશે જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ ટ્રાફીકનું ભારણ ધટાડવા લાલબાગ બસ સ્ટેન્ડને ભુરાવાવના એસટી ડેપો ખાતે ખસેડવા માટેનું ટેન્ડર બહાર પાડીને એજન્સી નક્કી કરી દેવામાં આવી છે. તમામ સુવિધા ધરાવતું નવીન બસ બસ્ટેન્ડ કામ ચલાઉ હશે. અગામી આવનારા ટુક સમયમાં બસ સ્ટેન્ડ ચાલુ કરી દેવાશે. વડોદરા અને દાહોદ તરફથી આવતી બસના કિલોમીટર વધતા ભાડામાં વધારો કરવામાં આવશે.