ગોધરા બસ સ્ટેન્ડ ખાતે અમદાવાદ-ઝાલોદની બસના કંડકટર દ્વારા ટ્રાફિક ઈન્સ્પેકટર સાથે ઝપાઝપી કરતાં ફરિયાદ નોંધાઈ

ગોધરા શહેરના બસ સ્ટેન્ડ ખાતે અમદાવાદ ઝાલોદ રૂટની બસના કંડકટર દ્વારા ટ્રાફિક ઇન્સ્પેકટર સાથે રિપોર્ટ આપવાને લઇને ઝપાઝપી કરી હતી. સમગ્ર મામલે કંડકટર સામે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.

મળતી માહિતી અનુસાર ગોધરા એસટી વિભાગમાં GSRTC ટ્રાફિક ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા સલીમભાઈ ભુરાભાઈ જમાલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ ગોધરા એસટી બસ સ્ટેન્ડ ખાતે હાજર હતા તે વેળાએ અમદાવાદ-ઝાલોદ રૂટની બસ આવી હતી. જેને લઇને સલીમભાઈ જમાલે કંડકટર તુલસીભાઈ જે. પરમાર પાસે ટિકિટ રિપોર્ટ ચેક કરવા માટે ટિકિટ મશિન માંગ્યું હતું. ત્યારે તુલસીભાઈ પરમાર દ્વારા સલીમભાઈ સાથે ધક્કામુક્કી કરીને ઝપાઝપી કરીને ધોલધપાટ કરી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.