ગોધરા,
સુમલિબેન કલોભાઈ ભુરીયા આજરોજ સવારે અમદાવાદ થી ઇન્દોર તરફ જઈ રહેલી બસમાં પોતાના ગામ મધ્યપ્રદેશના પિટોલ ખાતે જઈ રહ્યા હતા. જે દરમ્યાન ગોધરા નજીક બસ પહોંચતા જ તેઓને એકાએક પ્રસવ પીડા શરૂ થઈ હતી. જે બાદ તેઓને બસમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ થઈ હતી.
જેમાં તંદુરસ્ત બાળકનો જન્મ થયો હતો. બીજી તરફ મહિલાને પ્રસુતિ દરમ્યાન વહુ લોહી જતાં બસચાલકે સમયસૂચકતા વાપરીને બસને ગોધરા સિવિલ હોસ્પિટલ તરફ હંકારી મૂકી હતી. જ્યાં સિવિલ હોસ્પિટલ નજીક બસ પહોંચાડી મહિલાને સિવિલ હોસ્પિટલ માં તત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ દ્વારા મહિલાની સ્થિતિ પારખી જઈને સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. આમ બસચાલકની સમયસૂચકતાને પરિણામે માતા અને બાળક બંને બચાવ થયો હતો. હાલ અને મહિલા અને તેનું બાળક સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે