ગોધરા તાલુકાના તાજપુર છીપા ગામે બે વર્ષીય બાળકીને સાપ કરડી જતાં સારવાર માટે ખસેડાઈ

ગોધરા તાલુકાના તાજપુર છીપા ગામે બે વર્ષીય બાળકી ધરના આંગણામાંં રમતી હતી. તે સમયે બાળકીને હાથના અંગુઠામાં સાપ કરડી જતાં બાળકીને દવા સારવાર માટે દવાખાનામાં દાખલ કરવામાં આવી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના તાજપુર છીપા ગામે રહેતા અનિલભાઇ પાલસિંગ બારીયાની બે વર્ષીય દિકરી દિત્યા પોતાના ધરમાં આંગણામાં રમતી હતી. તે સમયે નજીક માંથી સાપ એ બાળકીના હાથના અંંગુઠા ઉપર કચડી જતાં દવા સારવાર માટે દવાખાનામાં ખસેડવામાં આવી. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી છે.