ગોધરા બી.આર.જી.એફ. ભવન ખાતેથી ના.મામલતદાર લેખિત મનોમંંથન-2 નામના પુસ્તકનું વિમોચન

ગોધરા,

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વતની અને જિલ્લામાં પુરવઠા શાખામાં નાયબ માલતદારની ફરજ બજાવતા અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારના પતિ મનહર સુથાર દ્વારા લેખન કરવામાં આવેલા મનોમંથન-2 નામના પુસ્તકનું આજે ગોધરા ખાતે રાજ્યના પ્રસિદ્ધ લેખક અને કોલમિસ્ટ જય વસાવડા તેમજ સુધીર દેસાઈ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.

મનહર સુથાર દ્વારા લખવામાં આવેલા મનોમંથન-2 નામના પુસ્તકના વિમોચન પ્રસંગે ઉપસ્થિત જય વસાવડા દ્વારા પુસ્તકમાં લખવામાં આવેલ વન લાઈનરોની પ્રશંસા કરવામાં આવી હતી. પુસ્તકમાં આલેખવામાં આવેલ સામગ્રી આજની યુવા પેઢીને ખુબ જ જરૂરી થઈ પડશે. મનહર સુથાર દ્વારા મનોમંથન-1 તેમજ 5 થી વધુ કાવ્ય સંગ્રહોની રચના કરવામાં આવી છે. ત્યારે આજે ગોધરાના બી.આર.જી.એફ.ભવન ખાતે આજે યોજવામાં આવેલા પુસ્તક વિમોચન પ્રસંગે પંચમહાલ જિલ્લાના સ્થાનિક ધારાસભ્યો તેમજ સ્થાનિક પદાધિકારીઓ સહિત જિલ્લાના સાહિત્ય રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના અધ્યક્ષ જય વસાવડા દ્વારા આજે વિશ્ર્વ માતૃભાષા દિવસને લઈને જણાવ્યું કે, માતા- પિતાએ પોતાના બાળકોને ગુજરાતી ભાષા જરૂરથી શીખવવી જોઈએ. આપણી માતૃભાષા ગુજરાતી જ્યારે આપણા ગુજરાતના બાળકોને ન ફાવે તે જાણીને દુ:ખ થાય છે. ત્યારે દરેક માતા-પિતા પોતાના બાળકોને ગુજરાતી ચોક્કસથી શીખવવી જ જોઈએ.