ગોધરા, ગોધરા ખાતે ગાયત્રી મંદિર શુક્લ સોસાયટી ખાતે ગોધરાના પ્રબુદ્ધ અને પુસ્તક પ્રેમીઓનો બુક રિવ્યૂ યોજાયો હતો. જેમાં બાંગ્લાદેશના સાહિત્યકાર અને લેખિકા તસલીમા નસરીન લિખિત “લજ્જા” પુસ્તક પર રિવ્યૂ રાખવામાં આવ્યો હતો. જેમાં ગોધરાના પ્રબુદ્ધ અને પુસ્તક પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
બુક રિવ્યૂ આશિત ભટ્ટ એ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, લવ જેહાદ લેન્ડ જેહાદ એ આજનો પ્રોબ્લેમ નથી, આપડે અત્યારે નહીં જાગીએ તો બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ ત્રીસ વર્ષ પહેલાં હતી. તેવી પરિસ્થિતિ ભારતમાં પણ થઈ શકે છે. બાંગ્લાદેશમાં સેંકડો મઠ, મંદિરો, આશ્રમો તોડી પાડવામાં આવ્યા હતા. મૂર્તિઓ તોડી નાખવામાં આવી હતી. હિંદુઓના ઘરો સળગાવી દીધા હતા. માં-બેન-દીકરીઓ ઉપર પાશવી બળાત્કાર કરવામાં આવ્યો હતો. અરે ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની ઉપર શિક્ષકે જ પાશવી બળાત્કાર કર્યો હતો.
આ બધાજ બનાવો વિશે વિસ્તૃત વર્ણન એક મુસ્લિમ લેખિકા એ કરી હતી. જેમાં કોઈ અતિશયોક્તિ ન હતી. બાદમાં આશિત ભટ્ટ એ જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનના ટુકડા થયા હતા, પરંતુ કરોડો હિન્દુઓની ભગવાન પ્રત્યેનો વિશ્ર્વાસ અને પ્રાર્થનાને કારણે દેશને એક મહાનાયક નરેન્દ્ર મોદીના સ્વરૂપમાં મળ્યા છે. જે તમામ ભારતીયોના અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરી શકે છે. ગઝવા એ હિન્દનું સ્વપ્નના ચકાના ચૂર કરી શકે છે.
અંતમાં તેમણે જણાવ્યું કે, દરેક હિંદુએ એકવાર લજ્જા પુસ્તક વાંચવું ખુબ જ જરૂરી છે. સમાપન ભરત પટેલે કર્યું હતું. દિનેશ પટેલ, દીક્ષિત ત્રિવેદી, યોગેશ પટેલ, કાંતિ પંડ્યાએ કાર્યક્રમ સફળ બનાવવા પૂર્ણ મહેનત કરી હતી.