ગોધરા નગર પાલિકા પ્રમુખ દ્વારા ડેલીવીઝીટ ડ્રાઈવરે બાકીના પગાર બાબતે ફોન કરતાં માંં-બેનની ગાળો આપતાં ઓડીયો વાયરલ થયો

ગોધરા,ગોધરા નગર પાલિકાના દિવાબત્તી વિભાગના વાહન ઉપર ડ્રાઈવર તરીકે નોકરી દરમિયાન પગારના પૈસા બાકી હોય તે બાબતે પાલિકા પ્રમુખને મોબાઈલ ફોન ઉપર વાત કરતાં સત્તાના નશામાં આવેલા પ્રમુખ દ્વારા ડ્રાઈવર જેવા વ્યકિતને બિભત્સ ગાળો આપતાં ઓડીયો વાયરલ થતં ચર્ચાનો વિષય બન્યો.

ગોધરા નગર પાલિકાના દિવાબત્તી વિભાગની મેન્ટેનન્સ ગાડી ઉપર ડ્રાઈવર તરીકે નોકરી કરેલ હોય અને પાલિકા કચેરી માંથી 25 દિવસના 12,844/-રૂપીયા પગાર પેટે લેવાના નિકળતા હોય જેને લઈ ડ્રાઈવર દ્વારા પાલિકા પ્રમુખ જયેશ ચૌહાણને મોબાઈલ ફોન ઉપર ફોન કરી બાકીના પગાર બાબતે રજુઆત કરી હતી. જેને લઈ સત્તાના નશામાં પાલિકા પ્રમુખ પોતાનો રૂઆબ છાંટવા માટે ફોન કરનાર ડ્રાઈવરને બિભસ્ત પ્રકારની ગાળો આપી હતી અને તુંં જ્યાંં હોય ત્યાં આવીને તને દેખી લઉ છું. તેમ ધમકી આપતા ઓડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો. જેને લઈ પાલિકા પ્રમુખ તરીકે જે પ્રકારનો વ્યવહાર એક સામાન્ય વ્યકિત સાથે કરાયો તેની સામે અનેક સવાલ ઉઠયા પામ્યા છે