પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ર્ડા. તાહેરી હોલમાં આમ આદમી પાર્ટીના પ્રદેશન નેતાઓ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો. સૌ પાર્ટીના નેતાઓ દ્વારા પાર્ટીના સંંગઠનને મજબુત બનાવવા તથા આવનારી હાલોલ અને કાલોલની નગર પાલિકાની ચુંટણીની તૈયારી માટે જરૂરી સુચનો આપવામાંં આવ્યા.
ગુજરાત રાજ્યમાંં આમ આદમી પાર્ટીના સંંગઠનને મજુબત બનાવવા માટે પ્રદેશકક્ષાના નેતાઓ દ્વારા રાજ્યના તમામ જીલ્લાઓના પ્રવાસી રહ્યા છે અને જીલ્લા સંગઠન પદાધિકારીઓ સાથે મીટીંંગ કરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આજરોજ પંંચ્મહાલના ગોધરા તાહેરી હોલમાં આમ આદમી પાર્ટીના પ્રદેશકક્ષાના નેતાઓ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ગોપાલભાઈ ઈટાલીયા, મનોજભાઇ સોરઠીયા, દક્ષિણ ઝોનના કાર્યકારી પ્રમુખ ચૈતરભાઈ વસાવા તથા જયેશભાઇ સંગાઠા હાજર રહ્યા હતા. તમામ નેતાઓનું પદાધિકારીઓ દ્વારા ફુલગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. પાર્ટીના નેતાઓ દ્વારા પાર્ટીના સંંગઠનને મજબુત બનાવવા માટે તેમજ આવનારી હાલોલ અને કાલોલ પાલિકાની ચુંટણી માટે તૈયારીને લગતા સુચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું.