ગોધરાના બગીડોળ ગામે જુગાર રમતા 4 જુગારીયાઓને ઝડપ્યા

ગોધરા તાલુકાના બગીડોળ ખેડા ફળિયામાં જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ચાર જુગારીયાઓને 10,520/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના બગીડોળ ગામે ખેડા ફળિયામાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન જયદિપભાઈ વિક્રમભાઈ ચોૈહાણ, અર્જુન અમરસિંહ ચોૈહાણ, રાજેશ નરવતભાઈ ચોૈહાણ, જીગ્નેશ વિક્રમભાઈ ચોૈહાણને ઝડપી પાડવામાં આવ્યા હતા. અને ઝડપાયેલ જુગારીયાઓની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ રૂ.10,520/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.