ગોધરાના 2003ના તત્કાલિન પ્રાંત અધિકારી દ્વારા મહેલોલ વાડાની જમીનમાં તેમજ અંબાલી ગામની જમીનને જુની શરત બિનખેતી હેતુ માટે પ્રિમીયમ પાત્રમાં ફેરવી સત્તાનો દુરૂપયોગ કરી સરકારને નુકસાન કરતા ફરિયાદ

  • મહેલોલ વાડા નં.12 ક્ષેત્રફળ 607 ચો.મી.જમીન પર ગણોતધારા 43 નિયંત્રણ ખેતી હેતુ માટે દુર કર્યાનો હુકમ કર્યો
  • ગોધરા અંબાલીના સર્વે નં.638 તથા સર્વે નં.916 વાળી જમીનને જુની શરત બિનખેતી હેતુમાટે પ્રીમિયમ પાત્ર ફેરવી સત્તાનો દુરૂપયોગ કર્યો

ગોધરા,ગોધરા તાલુકાના મહેલોલના વાડા નં.12 ક્ષેત્રફળ 607 ચો.મી.વાળી જમીનને ગોધરાના તત્કાલિન પ્રાંત અધિકારી દ્વારા તા.09/06/2003ના હુકમથી આ વાડાની જમીન ઉપર ગણોતધારાની કલમ 43ના નિયંત્રણ ખેતીના હેતુ માટે દુર કર્યાનો હુકમ કરી રૂ.21 વસુલ કરેલ છે. આ બાબતે કલેકટરનુ માર્ગદર્શન મેળવેલ નહિ અને આ જમીનને જુની શરત બિનખેતી હેતુ માટે પ્રિમીયમને પાત્ર ઠેરવી સત્તાનો દુરૂપયોગ કરી સરકારને નાણાંકિય નુકસાન કરતા આ બાબતે અધિક ચીટનીશ કલેકટર દ્વારા ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે તત્કાલિન પ્રાંત અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે.

ગોધરાના તત્કાલિન પ્રાંત અધિકારી જેડી.જોષીની ફરજ દરમિયાન મહેલોલના વાડા નં.12 ક્ષેત્રફળ 607 ચો.મી.વાડાનો વાડા સંહિત મુજબ રૂ.363 વસુલવાના થતા હોય તેમ છતાં તા.09/06/2003ના હુકમથી આ વાડાની જમીન ઉપર ગણોતધારા કલમ 43 હેઠળનુ નિયંત્રણ ખેતીના હેતુ માટે દુર કર્યાનો હુકમ કરી સરકારશ્રીને રૂ.21 વસુલ કરેલ હતા. આ બાબતે જિલ્લા કલેકટરનુ માર્ગદર્શન મેળવેલ નહિ અને અરજદાર નટવરસિંહ હિંમતસિંહને ફાયદો કરાવવાના હેતુથી તા.09/06/2003ના હુકમ નં.ગણત/ગ.ધા.ક.43/જુ.શ./એસ.આર 24480/2003થી આ જમીનને જુની શરત બિનખેતી હેતુ માટે પ્રિમીયમ પાત્રમાં ફેરવીને તત્કાલિન પ્રાંત અધિકારી દ્વારા સત્તાનો દુરૂપયોગ કરી હુકમ કરી સરકારશ્રીને નાણાંકીય નુકસાન કર્યુ હતુ. તેમજ પ્રાંત અધિકારીએ ગોધરા તાલુકાના અંબાલી ગામના સર્વે નં.638 પૈકીની હે.0.36.42 ચો.મી.તથા સર્વે નં.716ની હે.0.27.32ચો.મી.જમીન હકક પત્રકે નોંધ નં.1963 તા.07/07/1968થી દાજીભાઈ રયજીભાઈને ગણતધારાના સેલ સર્ટિફિકેટથી આપેલ હતી. અને હકક નોંધ નં.4576 તા.04/06/1998 મુજબ લિબથી આ જમીન તથા અન્ય જમીનો દાજીભાઈ રયજીભાઈની વિધવા જેકોટબેન દાજીભાઈના વિલ મુજબ નર્મદાબેન ઉર્ફે નીતાબેનને રમણભાઈ લલ્લુભાઈની સધવાને આપેલ છે. જે નવી શરતની ખેતીની જમીન કલેકટરની પુર્વ મંજુરી વિના વેચાણ બક્ષીસ વિનીયમ ગીટો પટ્ટા અથવા નામફેરથી તબદીલ કરી ન શકાય થેવી અથવા તબદીલ કરવા માટે લખાણ કરી શકે નહિ અને કલેકટરની પુર્વ મંજુરી વિના આવી કોઈ જમીનમાં કે હિત સંબંધમાં ભાગલા પાડી શકાય નહિ તેવી સરકારની જોગવાઈ હેઠળ હોવા છતાં આ જમીનને વિલથી તબદીલ નોંધ બાબતે તત્કાલિન પ્રાંત અધિકારી જે.ડી.જોશી એ રિવ્યુ નહિ લઈ જમીન મેળવનાર ખેડુત ખાતેદાર હતા કેમ ? તથા ત્રાહિત વ્યકિતને જમીન જતી હોય તેને શરત ભંગ ગણવો છે કેમ ? તેવી સ્પષ્ટતા નહિ હોવા છતાં કોઈપણ જાતનુ રેકર્ડ ચકાસ્યા વગર આરોપી તત્કાલિન પ્રાંત અધિકારી જે.ડી.જોષી દ્વારા સત્તાનો દુરૂપયોગ કરી તા.27/02/2004ના હુકમ નં.ગણત/ગ.ધા.ક.43/જુ.શ./એસ.આર.-3141 થી 3142/2003થી જમીનને જુની શરતમાં બિનખેતી હેતુ માટે પ્રિમીયમ પાત્રમાં ફેરવી ફરજ દરમિયાન સત્તાનો દુરૂપયોગ કરી ગેરરિતી આપવી હુકમો કરી નાણાંકિય નુકસાન કરતા આ બાબતે ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે તત્કાલિન પ્રાંત જયદિપ કુમાર દિનેશચંદ્ર જોશી(જે.ડી.જોષી)(રહે.155 ઓર્થિડ બંગ્લો-રિલાયન્સ મોલ પાછળ જુના પાદરા રોડ)વિરુદ્ધ ઈપીકો કલમ 217, 218, તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 13(1)મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.