ગોધરા બીજેપી કાર્યાલય ખાતે અનુસુચિત જાતિ મોચરાની કારોબારી યુવા જોડો અભિયાનની બેઠક યોજાઈ

ગોધરા,આજ રોજ પંચમહાલ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની કારોબારી અને યુવા જોડો અભિયાન અંતર્ગત ગોધરા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં પ્રદેશ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયાજી, જિલ્લા ભાજપ ના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પ્રદેશ મોરચાના મંત્રી નિલેશભાઈ આચાર્ય,જિલ્લા મોરચાના પ્રમુખ નારણભાઇ પરમાર, જિલ્લા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, ધવલભાઈ દેસાઈ, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન મણીબેન પરમાર, જિલ્લા મોરચાના પ્રભારી બુધાભાઈ ખડાયતા, જિલ્લા મોરચાના મહામંત્રી કે.ડી. પરમાર, નટુભાઈ સોલંકી, મોરચાના હોદ્દેદારો, કારોબારી સદસ્યો, યુવાનો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.