ગોધરા બી ડિવીઝન પોલીસે ગૌમાંસના ગૌરખ ધંધા કરતા ત્રણ વિરૂદ્ધ ફરીયાદ : પત્રકાર ઇમરાન પાડવાનું નામ પણ બહાર આવ્યું

કાલોલ,
પંચમહાલ જિલ્લા ગોધરા બી.ડી.વીઝન પોલીસ સ્ટેશનમાં બાતમી મળેલ કે વેજલપુરથી એક ઈસમ મોટર સાયકલ પર કતલખાને થી ગૌવંશ લઈને ગોધરા તરફ જતો હોવાની માહિતી મળતા ગોધરા બી.ડીવીઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલએ બાતમી આધારે ગોધરા કોઠી ચાર રસ્તા પર પોલીસ ટીમે તપાસ હાથ ધરવામાં આવતાં વેજલપુર તરફથી એક મોટર સાઈકલ GJ.૧૭.J.૮૭૬ આવતાં પોલીસ ને જોઈ ગોધરા તરફ ભમભમાટ મોટર સાયકલ ભગાડી નાશી છુટવાની કોશિશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

પોલીસ ટીમ દ્વારા ઈસમને નો પીછો કરતાં લીલેરા જી.ઈ.બીની સામે રહેમત નગર પાસે ના નાળા પાસે બાઈક સ્લીપ ખાઈ જતાં પોલીસે નજીક જઈ ને પકડી પાડી તેને જોતાં કોઈ ઈજા થયેલ ન હતી. સાથે એક થેલો હતો અને પોલીસ થેલો ખોલી જોતાં થેલા માં માંસ ભરેલું હતું પરંતુ માંસની સાચી ઓળખ માટે પકડેલ ઈસમની પુછપરછ કરતાં તેને પોતાનું નામ ફારૂક શોકત પટેલ હોવાનું જણાવ્યું હતું.થેલામાથી મળેલ માંસ લાવવાનું ઠેકાણું પુછતાં વેજલપુર મોટી મસ્જિદ પાછળ હરીજન વાસમાં ટેકરી પર રહેતાં ઈમરાન યાકુબ પાડવાં આને શોકત ઉફે ગોંગો અબ્દુલ રહીમ પાડવાં બંને વેજલપુર રહીશ હોવાનું જાણવા મળતાં પોલીસે ઝડપી પાડેલ ગૌમાંસ સાથે ઝડપી પાડેલ ઈસમને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને માંસ ની પડે કરવાં માટે વેટનરી ડોક્ટર ને જાણ કરી બોલાવેલ જેમને ચોક્કસપણે તપાસ કરવા માંસના સેમ્પલ ને એફ.એસ.એલ માટે મોકલવાનું જણાવતાં તેના સેમ્પલ પોલીસ દ્વારા મોકલવામાં આવ્યા હતાં.જોકે માંસ નું વજન કરતાં ૧૮ કિલો જેની કિંમત રૂ .૩૯૬૦/- સાથે પકડાયેલી બાઈક કિંમત રૂ.૧૫,૦૦૦/- તેમજ એક મોબાઇલ ની કિંમત રૂ.૫૦૦/- મળી કુલ ૧૫,૫૦૦/- મળી કુલ રૂ.૧૯,૪૬૦/- મળેલ માંસ ની બે.એસ.એલ માંથી ગૌમાંસ હોવાનું જાણવા આવ્યું હતું.જેથી પોલીસે પકડેલા ફારૂક સોકત પટેલ તેમજ વેજલપુર ના ફરાર એવા ઈમરાન યાકુબ પાડવાં અને શોકત ઉફે ગોંગો અબ્દુલ રહીમ પાડવાં વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગૌમાંસ ના ગુણામા સંડોવાયેલા એક ઈસમ ઈમરાન યાકુબ પાડવાં પત્રકાર અને કાલોલ તાલુકામાં આરટીઆઈ નો જાણકારીનો ખોફ ધરાવતો અને પત્રકારત્વ ની આડમાં ગોરખ ધંધા કરતો હોવાનું બહાર આવતાં પંચમહાલ જિલ્લા પત્રકાર પરિષદમાં હાહાકાર મચી ગયો હતો.