ગોધરા,
ગોધરા શહેર બી ડીવીઝન્ પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, ત્રણ ઈસમો અલ્ટો ગાડીમાં સરકાર દ્વારા બંંધ કરવામાં આવેલ ૫૦૦ અને ૧૦૦૦ રૂપીયાની નોટો લઈને ફરી રહ્યા છે. તેવી બાતમીના આધારે પોલીસના પેટ્રોલીંગ દરમ્યાન અલ્ટો કારને ઉભી રખાવી તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાં ૫૦૦ના દરની ૭૮૩ નંગ રૂપીયા ૩,૯૧,૫૦૦/- સાથે ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ ઈન્સ્પેકટરને બાતમી મળી હતી કે, અલ્ટોકાર નંબર જીજે.૧૯.એ.૭૮૫૦માં ત્રણ ઈસમો જુની સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ ૫૦૦ રૂપીયાનો નોટોના બંડલ લઈને ફરી રહ્યા છે. તેવી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસની પેટ્રોલીંગ દરમ્યાન અલ્ટો ગાડીને રોકી હતી અને ચેકીંગ કરતાં કારમાં બેગમાં રાખેલ જુની રદ કરાયેલ ૫૦૦ રૂપીયાના દરની ૭૮૩ નોટો રૂપીયા ૩,૯૧,૫૦૦/- મળી આવ્યા હતા. કારમાંથી ત્રણ ઈસમો શૈલેષભાઈ અંબાલાલ પટેલ, ઈસરાર નૂર પઠાણ, ફિદાલી ફિરોજભાઈ વલીકરીમવાલાને ઝડપી પાડવમાં આવ્યા છે. ત્રણ ઈસમો પાસેથી અલ્ટો કાર ૬૦ હજાર રૂપીયા, મોબાઈલ ફોન નંગ-૩ કબ્જે લેવામાં આવ્યા. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.