ગોધરા, ગોધરા શહેરમાં લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની જીત માટે કમર કસી રહી છે.ત્યારે ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીના રહીશો પોતાની પ્રાથમિક સુવિધાઓ માટે અવાર નવાર નગરપાલિકા તંત્ર ને રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરવામાં ન આવતા આખરે સોશ્યલ મીડિયાના માધ્યમનો સહારો લેવામાં આવ્યો છે.જેમાં ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી 100 ઉપરાંત સોસાયટીના પ્રમુખ કાર્યકર્તા સભ્યો વડીલ નાગરિકો ભુરાવાવ સર્વ સોસાયટી વિકાસ મંડળ નામનું વોટ્સેપ ગૃપ બનાવવામાં આવ્યું છે.જેમાં સોસાયટીના રહીશો પોતાની પ્રાથમિક જરૂરિયાતોને લઈને નગરપાલિકા સભ્યો ઉપર પોતાનો રોષ કાઢી રહ્યા છે.
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ 100 ઉપરાંત સોસાયટીના રહીશ અવાર નવાર નગરપાલિકા તંત્રને સાફ-સફાઈ સ્ટ્રીટ લાઈટ અને પાણીની સમસ્યા ને લઈને રજૂઆત કરવા છતાં પણ તેઓની રજૂઆતને સાંભળવામાં આવતી ન હતી જેથી આ સોસાયટીના રહીશો ઘણી વખત નગરપાલિકા ચીફ ઓફિસર સહિત જિલ્લા કલેકટર સાથે જિલ્લા સ્વાગતમાં પણ રજૂઆત કરી ચૂક્યા છે.અને ત્યારબાદ જિલ્લા સવાગતમાંથી રજૂઆતનું નિરાકરણ ના આવતા તેઓ રાજ્યના સ્વાગત સુધી પણ પોતાની રજૂઆત કરી ચૂક્યા છે.ત્યારે ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ 100 ઉપરાંત સોસાયટીના રહીશો પોતાની પ્રાથમિક સુવિધાઓનું નિરાકરણ લાવવા માટે સોશિયલ મીડિયા નો સહારો લઈ વોટ્સએપ ગ્રુપબનાવવામાં આવ્યું છે.
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ 100 ઉપરાંત સોસાયટીના રહીશો પોતાના વિસ્તારોમાં લાંબા સમયથી વણઉકેલાયેલી સમસ્યાઓને લઇને નગરપાલિકા સભ્યો સામે વોટ્સેપ ગૃપમાં પોતાનો રોષ વ્યકત કરી રહ્યા છે.આમ હવે સોસાયટીના રહીશો પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આધુનિકતા તરફ વળ્યા છે, હાલ તો આ વોટ્સ એપ ગૃપ સમગ્ર ગોધરા શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યું છે.