
ગોધરા, ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં ઘનશ્યામ હોસ્પિટલ પાસે શુક્રવારના સાંજના સમયે બોલેરો ગાડી લઈને નજીકમાં આવેલ સોડા ફેક્ટરીમાં ભાડુ ખાલી કરવા જતા તે સમયે ઘનશ્યામ હોસ્પિટલ પાસે સામેથી કાર આવતા ચાલકે સાઈડ આપવાં જતા બોલેરો ગાડી સલૂનની દુકાનના સેડને અડી જતા સલૂન સંચાલક ધર્મેન્દ્રકુમાર કાંતિલાલ વાળંદ એ બોલેરો ગાડીમાં બેઠેલા ઈસમને માં બેન સમાની ગાળો બોલી મારમારવા લાગ્યાં હતા. ડ્રાઈવરે ગાળો બોલશો નહીં જે કઈ ખર્ચ થશે અમે આપવા તૈયાર છીએ તેમ કહેવા છતાં ધર્મેન્દ્રકુમાર ના માન્યો અને ગાડીમાં બેઠેલા ઈસમને ગાળો બોલી મારમારતો રહ્યો આખરે ઈજાગ્રસ્ત ઈસમને 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડી ગોધરા એ.ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.