ગોધરા, ગોધરા શહેર ભુરાવાવ વિસ્તારમાં એસ.બી.આઈ. બેંકના એટીએમમાં કોઈ અજાણ્યા ઈસમે ફરિયાદીને ઉપાડવામાં મદદ કરવાનો વિશ્વાસ આપી ફરિયાદીનું એટીએમ મેળવી લઈ તેમના એકાઉન્ટ માંથી 40,000/-રૂપીયા ઓનલાઈન વોલેટથી 75,000/-રૂપીયા મળી 1,15,000/-રૂપીયા ઉપાડી લઈ છેતરપિંડી કરી ગુનો કર્યાની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેર ભુરાવાવ વિસ્તારમાં આવેલ એસ.બી.આઈ. બેંકના એટીએમમાં લક્ષ્મણભાઇ પ્રતાપભાઈ રાઉલજી (રહે. સામલી, નિશાળ ફળીયું, ગોધરા) પોતાના એકાઉન્ટ માંથી પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારે કોઈક અજાણ્યા 40 થી 42 વર્ષીય વ્યકિતએ લક્ષ્મણભાઈ રાઉલજીને પૈસા ઉપાડી આપવા માટે મદદ કરવાનો વિશ્વાસમાં આપી તેમની પાસે એટીએમ મેળવી અને નજર ચુકવી એટીએમ કાર્ડ બદલી લીધું હતુંં અને લક્ષ્મણભાઇ રાઉલજીની જાણ બહાર એકાઉન્ટ માંંથી 40,000/-રૂપીયા એટીએમથી ઉપાડી લઈ તેમજ ઓનલાઇન વોલેટ થી 75,000/-રૂપીયા મળી 1,15,000/-રૂપીયા ઉપાડી લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.