ગોધરા ભુરાવાવ-પાવર હાઉસ પાસેથી ચોરીની બાઈક સાથે ઈસમને ઝડપી શહેરા પોલીસ મથકની બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો

ગોધરા એ ડીવીઝન પોલીસને મળેલ બાતમી મળી હતી કે, ભુરાવાવ વિસ્તાર માંથી એક ઈસમ નંબર પ્લેટ વગરની ચોરીની બાઈક વેચવા માટે પાવર હાઉસ તરફ જનાર છે. તેવી બાતમીના આધારે વોચ ગોઠવી ઈસમને ચોરીની બાઈક સાથે ઝડપ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એ ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે, ભુરાવાવ વિસ્તાર માંથી એક ઈસમ નંબર પ્લેટ વગરની ચોરીની બાઈક લઈને વેચવા માટે પાવર હાઉસ તરફ જનાર છે. તેવી બાતમીના આધારે વોચ ગોઠવીને કાર્તિક પરમારને ઝડપ્યો હતો અને બાઈકના કાગળો માંગતા ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. પોલીસે ઈ-ગુજેકપમાં સર્ચ કરતા બાઈક નંબર અને માલિકનું નામ આવ્યું હતું. જેને લઈ કાર્તિક પરમારને કડકાઈથી પુછપરછ કરતા આ બાઈક તેના મિત્ર ફેઝલખા અંસારી શહેરા ખાતેથી 7 મહિના પહેલા ચોરી કરી સંતાડી રાખી હતી અને મને વેચવા માટે આપી હતી અને જે પૈસા આવશે તેમાંથી ભાગ આપવાનું જણાવેલ હતું. ગોધરા એ ડીવીઝન પોલીસે ચોરીની બાઈક સાથે ઝડપી શહેરા પોલીસ મથકનો બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો.