ગોધરા ભુરાવાવમાં સાર્થક સેવા ફાઉન્ડેશન દ્વારા થેલેસેમિયા પેશન્ટ બાળકોને નિ:શુલ્ક સેવા

ગોધરા, સાર્થક સેવા ફાઉન્ડેશન 47 શ્રીનાથ નગર, ભુરાવાવ, ગોધરા દ્વારા થેલેસેમિયા મેજર બાળકોને નિશુલ્ક બ્લડ ટ્રાન્સફયુઝન સાથે જરૂરી દવાઑ, સોનોગ્રાફી, ઇકો, બ્લડ રિપોર્ટ વિગેરેની નિશુલ્ક સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ સેન્ટરમાં 50 ઉપરાંત બાળકો પંચમહાલ જિલ્લા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવી સેવાનો લાભ લઇ રહ્યા છે. સોશિયલ મીડિયાથી કંટાળેલા યુવાનો પુસ્તકો તરફ વળે તે માટે સાર્વજનિક પુસ્તકાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ સંસ્થાનું સંચાલન હિરેનભાઈ દરજી અને અલકાબેન દરજી કરી રહ્યા છે. તેમનો દીકરો ચિરંજીવી સાર્થક થેલેસેમિયા પેશન્ટ હતો એની યાદગીરીમાં આ દંપત્તિ આ ભગીરથ સેવાનું કાર્ય કરી રહી છે. આ સંસ્થાને વધુમાં વધુ બ્લડની જરૂરિયાત હોય રકતદાતાઓને વિનંતી કે વધુમાં વધુ રક્તદાન કરી થેલેસેમિયા મેજર બાળકોને આશીર્વાદરૂપ બનીએ. આ સંસ્થાને આપના શુભ અશુભ પ્રસંગો નિમિત્તે કંઈકનું કંઈક યોગદાન આપીએ અને આ સંસ્થા સરકારી સહાય વગરની હોય આપના સૌની ફરજ છે કે આ સંસ્થાને મદદરૂપ થઈએ એવી અપીલ