ગોધરાની ભુગર્ભ ગટર લાઇનની કામગીરી અંગે ચર્ચા કરવા સભા બોલાવવા નારાજ પાલિકાના ૨૦ સભ્યોની માંગ

ગોધરા,
ગોધરા નગરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી ભુગર્ભ ગટરની કામગીરી નિયમ પ્રમાણે ન હોય યોગ્ય કાર્યવાહી અંગે ૫૧(૩) મુજબ ગોધરા નગર પાલિકાની સામાન્ય સભા ચર્ચા કરવા બોલાવવા માટે વિપક્ષના ૨૦ સભ્યોએ પ્રમુખ સમક્ષ માંગ કરી છે.

ચુંટાયેલા સભ્યોએ પ્રમુખને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે ગોધરા નગરમાં રાજ્ય સરકાર દ્વારા (વુડા) નગરનો ગંદા પાણીના નિકાલ માટે નગર પાલિકાના દેખરેખ હેઠળ ભુગર્ભ ગટરની કામગીરી કરવામાં આવેલી છે.

ભુગર્ભ ગટર યોજના હેઠળ નગરમાં ભુગર્ભ ગટરની કામગીરી અંગે સભ્યો દ્વારા તપાસ કરવામાં આવેલ છે. તે મુજબ લાઈનો નાખવામાં સ્લોપ અને ડાયામીટર મેઈન્ટેન કરવામાં આવેલી નથી તથા કામગીરી ટેકનીકલ રીતે પણ બરાબર જણાય આવેલી નથી. આવા કારણોસર નગરમાં અનેક જગ્યાએ ચેમ્બરો વારંવાર ગંદા પાણીથી ઉભરાય છે. જેથી રોગચાળો ફાટી નિકળવાનો ગંભીર પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે. તેમજ ભુગર્ભ ગટરનું પાણી પાણીની લાઈનોમાં વારંવાર ભરાઈ જાય છે. જેનું રીપેરીંગ કામ કરવામાં સેવા સદન અને સ્થાનિક રહીશોને આર્થિક/આરોગ્યલક્ષી નુકશાન ભોગવવું પડે છે.

આ ભુગર્ભ ગટર યોજના સરકાર સાથે થયેલ કરારો મુજબ કોન્ટ્રાકટ એજન્સીને નિભાવણી કરવાની થાય છે. નગર પાલિકાના સભ્યો વારંવાર ફરીયાદો કરવા છતાં એજન્સીઓ દ્વારા સમયસર ફરીયાદોનો નિકાલ કરવામાં આવતો નથી અને સમગ્ર ગોધરા શહેર ભુગર્ભ ગટરના કારણે હેરાન-પરેશાન થઈ રહેલ છે.

મેઈન ચેમ્બર તથા હાઉસ ચેમ્બરો રોડ રસ્તાની સ્થળ-સ્થિતીને ધ્યાનમાં લીધા સિવાય આડેધડ બનાવવામાં આવેલ છે. જેથી વાહનોના અવર-જવરના કારણે વારંવાર ઢાંકણા તુટી જાય છે અને ઢાંકણા સમયસર બદલાવામાં ના આવતાં વારંવાર નાના-મોટા અકસ્માતો થતા રહે છે. આમ, નગરમાં ભુગર્ભ ગટર યોજના હેઠળ કરવામાં આવેલ કામગીરી ટેન્ડરની શરતો અને કરારોની બીલકુલ વિપરીત કરવામાં આવેલી છે. જેથી ભવિષ્યમાં સેવા સદન અને નગરજનોને નિભાવણી કરવામાં મોટું આર્થિક ખર્ચ ભોગવવું પડે તેમ છે. જેથી ભુગર્ભ ગટર યોજના હેઠળ થયેલ કામગીરીનું સેવા સદન દ્વારા ટેકનીકલ તપાસ કરાવવામાં આવે અને આ બાબત સમગ્ર શહેર માટે ભવિષ્યમાં ગંભીર પ્રકારની હોઈ સામાન્ય સભામાં ચર્ચા કરી રાજ્ય સરકારને રજુઆત કરવા વિનંતી છે. સામાન્ય સભા બોલાવવાની માંગ વિપક્ષે કરતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

રજુઆત કરનાર સભ્યોના નામો……

  • ૧. મો.અકરમ અ.રહીમ પટેલ,
  • ૨. ઈદરીસ ઈસ્માઈલ દરગાઈ,
  • ૩. ફાતેમા ઉનેદ પાધડીવાલા,
  • ૪. સોફીયા અનવર જમાલ
  • ૫. યાકુબ અ.સલામ બકકર (તપેલી),
  • ૬. સિદ્દીક મોહમંદ ઈસ્માઈલ દાંત (ચલાલીવાલા),
  • ૭. ખુશ્બુ મો. કામરાન છકડા, ૮. નાઝનીન અસલમ કાલુ,
  • ૯. સિદ્દીક મોહંમદ સાહેબખી (ડેની),
  • ૧૦. શોયેબ અબ્દુલ મજીદ યાયમન,
  • ૧૧. મહેફુઝા ઉમરફા‚ક બદામ,
  • ૧૨. સાબેરા હાજી અબ્બાસ ગરીબા (ખરાદીની નોની),
  • ૧૩. ઈલ્યાસ ખાલીદા ચંદા, ૧૪. અશરફ હુસેન ચંાદા,
  • ૧૫. હિનાપરવીન આલમગીરી અન્સારી,
  • ૧૬. ઝુલેખા હુસેન રહેમત, ૧૭. શોયેબ ઐયુબ ભીમલા,
  • ૧૮. સાજીદ સિકંદર કરલા, ૧૯. હસીના એઝાઝ અહેમદ શેખ,
  • ૨૦. ખદીજા અહેમદ પાડા,
  • ૨૧. નસીમબાનુ હબીબખાન પઠાણ (નુરી),
  • ૨૨. સંજયકુમાર ચંપકલાલ સોની.