પંચમહાલ જિલ્લા ભોઈ સમાજ દ્વારા પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો.

પંચમહાલ જિલ્લા ભોઈ સમાજ દ્વારા આજ રોજ પાંચમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમૂહ લગ્નોત્સવ ગોધરા શહેરના મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે આયોજકો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.ભોઈ સમાજના પાંચમા સમૂહ લગ્નોત્સવ માં સાત જોડાઓ ગુરુવાર તા.૧૨.૫.૨૦૨૨ નાં રોજ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.

પંચમહાલ જિલ્લા ભોઈ સમાજના પાંચમા સમૂહ લગ્નોત્સવમાં સમાજના દાતાઓ દ્વારા ૭ નવ દંપતીઓ ને વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી.જ્યારે સમગ્ર સમૂહ લગ્નોત્સવ જ્યાં યોજવામાં આવ્યો હતો તે પાર્ટી પ્લોટ ડો.હર્ષદભાઈ મહેરા નાં સહયોગ થી પ્રાપ્ત થયો હતો.પંચમહાલ જિલ્લા ભોઈ સમાજના પાંચમા સમૂહ લગ્નોત્સવમાં સમારંભના પ્રમુખ તરીકે અંબાલાલ એસ.ભોઈ તેમજ મુખ્ય મહેમાનમાં ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી,દિલીપ દશાડીયા,પવન સોની સહિત નાં મહાનુભાવો તેમજ ભોઈ સમાજના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે અતિથિ વિશેષમાં પ્રેમજીભાઈ મહેરા(પ્રમુખ,ગુજરાત ભોઈ સમાજ),જયંતીભાઈ કડિયા (પ્રમુખ,ક્રાંતિદળ ભોઈ સમાજ સેવા ટ્રસ્ટ,ગુજરાત પ્રદેશ)મહારાજા તુષારસિંહજી તેમજ જૂનાગઢ થી રાજુભાઈ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં ગુજરાત રાજ્યના પંચમહાલ,ખેડા,સાબરકાંઠા આણંદ,મહીસાગર જિલ્લાના ૭ જેટલા નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડયા હતા.