ગોધરા તાલુકાના ભલાણીયાના સરદારપુરા ગામે ચાર યુવાનો ઉપર હિંસક પશુઓ દ્વારા થયેલ હુમલામાં ઈજાગ્રસ્તોની આપ પાર્ટીએ મુલાકાત લીધી

ગોધરા,
ગોધરા તાલુકા મહેલોલ નજીક ભલાણીયા ગ્રામ પંચાયતના સરદારપુરામાં તા.૧/૧/૨૧ના રોજ રાત્રે ૧૦ થી ૧૨ના સમયગાળામાં ગામના ચાર યુવાનો ઉપર જંગલી પશુએ હિંસક હુમલો કર્યો છે.

જેમાં બારીઆ રંગીતભાઈ રામાભાઈને કાન ઉપર હુમલો કર્યો છે. જેઓને કાન પર સોળ ટાંકા આવ્યા છે. અશ્ર્વિનભાઈ કિરીટભાઈને નાક ઉપર, હર્ષદભાઈ પર્વતભાઈને પગ ઉપર તથા ભીખાભાઈ કાળુભાઈને ખભા ઉપર આ જંગલી પશુએ હુમલો કર્યો છે. તેથી આ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. લોકો ભયભીત બનીને રાત્રે નીકળવાનું ટાળી રહ્યા છે. ખેડુતો રાત્રે પાકમાં પાણી મૂકવા જતા પણ ડરે છે.

આ બનાવની જાણ પંચમહાલ જીલ્લા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ દિનેશ બારીઆને થતા ભોગ બનેલા વ્યકિતઓની મુલાકાત લીધી હતી અને તેઓના ખબર અંતર પુછયા હતા. જેમાં જાણવા મળ્યું કે ત્રણ વ્યકિતઓએ હજુ સુધી કોઈ પણ પ્રકારની ર્ડાકટરી સારવાર લીધી નથી. આથી તેઓના પરિવારજનોને મળીને તેમની સાથે વાતચીત કરી હતી અને તમામ ઈજાગ્રસ્તોને દવાખાને લઈ જઈને ઈલાજ કરી લેવાની વાત કરી હતી. સાથે સાથે જણાવ્યું હતું કે, કોઈ હિંસક પ્રાણીના જીવાણું શરીરમાં ગયા હોય તો ઈલાજ કરી લેવાથી ભવિષ્યમાં કોઈ પ્રકારની મોટી તકલીફના ઉભી થાય તેમ કહ્યુ હતું.

આ તમામ ઇજાગ્રસ્તોના ધરો એકદમ કાચા અને દરવાજા પણ નથી તેવી સ્થિતીમાં છે. સુરક્ષાનો પ્રશ્ર્ન છે. લોકો ધરમાં ઉંધે તો પણ સુરક્ષીત નથી. ત્યારે વન વિભાગ ગોધરા દ્વારા આ ધટનાને તાત્કાલીક ધોરણે ધ્યાનમાં લેવી જોઈએ અને આ હિંસક પ્રાણી કયું છે. તે તપાસ કરી તેનો ઉકેલ લાવવો જોઈએ એમ જણાવી પ્રમુખ દિનેશ બારીઆએ આ ધટનાને ગોધરા વન વિભાગ અને મીડીયામાં જાણ કરવાની ખાતરી આવી હતી. ઈજાગ્રસ્તો સાથે વાતચીત કરતા આ હિંસક પ્રાણી કયું હતું. એ સ્પષ્ટ કહી શકાતું નથી. તેથી વન વિભાગની મદદની જરૂર ઊભી થઈ છે. અને આ અસરગ્રસ્તોને યોગ્ય મદદ અને સારવાર મળે એ તંત્ર એ કરવું જોઈએ એમ પણ જણાવ્યું હતું.
સ્થાનિક લોકોની મુલાકાત માટે આમ આદમી પાર્ટી પંચમહાલ જીલ્લાના પ્રમુખ દિનેશ બારીઆની સાથે ગોધરા તાલુકા પ્રમુખ ગોપાલભાઈ પટેલ પણ સાથે હાજર રહ્યા હતા.