
ગોધરા,કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા દ્વારા આપવામાંં આવેલ નિવેદનનો ગોધરા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ચર્ચ સર્કલ ખાતે પિત્રોડાના પુતળાનું દહન કરવામાંં આવ્યું.
કોંંગ્રેસના વરીષ્ઠ નેતા સામ પિત્રોડા દ્વારા આપવામાં આવેલ નિવેદનને લઈ ભાજપ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે પંચમહાલ ગોધરા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગોધરા ચર્ચ સર્કલ ખાતે ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા સામ પિત્રોડા વિરૂદ્ધના બેનરો સાથે દેખાવો કરી પિત્રોડાના પુતળાનું દહન કરવામાંં આવ્યું.