ગોધરા,ગોધરા બગીચા રોડ ઉપર ચાઈનીઝની લારી સામે પાર્કિંગ કરીને મુકેલ મોટરસાયકલ લોક કરીને મુકી હતી ત્યાંથી કોઈ ચોર ઈસમ લોક તોડી બાઈક ચોરી કરી જતાં ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા બગીચા રોડ ચાઈનીઝ દોરીની સામે કેૈલાશભાઈ મગનભાઈ સેવાણીએ પોતાની બાઈક નં.જીજે-એએફ-9080ને લોક મારીને પાર્કિંગ કરેલ હતી. જે કોઈ અજાણ્યો ચોર ઈસમે બાઈકનુ લોક તોડીને બાઈક કિ.રૂ.20,000/-ની ચોરી કરી જતાં આ બાબતે એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.