ગોધરા, ગોધરા બાવાની મઢી કાછીયાવાડમાં રહેતા 27 વર્ષિય યુવાનને તેની પત્નિ સાથે ઝધડો થતાં પત્નિ ધર છોડીને પિયરમાં ચાલી ગઈ હતી તે બાબતે પતિને મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા આ બાબતે એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા બાવાની મઢી કાછીયાવાડ ખાતે રહેતા અશ્વિનભાઈ કાળુભાઈ બામણીયાને તેમની પત્નિ સાથે ઝધડો થયેલ હોય જેને લઈ પત્નિ ધર છોડીને પિયરમાં ચાલી ગઈ હતી. જેનુ પતિ અશ્વિનભાઈ બામણીયાને મનમાં લાગી આવતા આ બાબતે ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા આ બાબતે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે વિનોદભાઈ કાળુભાઈ બામણીયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.