ગોધરા બામરોલી રોડ દેવ રેસીડન્સી સોસાયટીના ધર માંથી 26 હજારના ઇંગ્લીશ દારૂ સાથે એક ઈસમ ઝડપ્યો

ગોધરા, ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલ દેવ રેસીડેન્સી સોસાયટીમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો કરતા એક ઈસમને શહેર એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો, ત્યારે બાતમી મળી હતી કે ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલ રોયલ રેસીડેન્સી પાછળ આવેલ દેવ રેસીડેન્સી સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવે છે. જે ચોક્કસ બાતમીના આધારે ગત 28 જાન્યુઆરીએ રાત્રે પોણા અગિયાર વાગ્યે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસે બાતમી મુજબના રહેણાંક મકાનમાં છાપો માર્યો હતો. પોલીસે રહેણાંક મકાન માંથી એક ઈસમને ઝડપી પાડયો હતો. જેણે પોતાનું નામ ખૂબચંદ મુલચંદ આસવાણી જણાવ્યું હતું. પોલીસે રહેણાંક મકાનમાં તપાસ કરતા એક ખૂણામાંથી અલગ અલગ બ્રાન્ડની નાનીમોટી કાચની વિદેશી દારૂની બોટલ તેમજ બીયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ 26,470 નો વિદેશી દારૂનો જથ્થો તેમજ મોબાઈલ ફોન મળીને કુલ રૂ 31,470નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ હાથ ધરતાં આં વિદેશી દારૂનો જથ્થો ઝુલેલાલ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ લાલવાણી પાસેથી લીધો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ ધ્વારા તા 28 જાન્યુઆરી રાત્રે પોણા એક વાગ્યે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે પ્રોહિબિશન કાયદા મુજબ બે ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.