ગોધરા, ગોધરા બામરોલી રોડ મારવાડી વાસ હનુમાન મંદિર પાસેથી ફરિયાદી ચાલતો જઈ રહ્યો હતો ત્યારે આરોપીઓને તુ અહિંથી વારંવાર આટા મારે છે તેમ કહી ગાળો આપતા હોય ત્યારે હું કાયમ અહિંથી નીકળુ છુ અને આજે નીકળ્યો હોય તો શુ થયુ તેમ કહીતા આરોપી ઈસમો તલવાર, લાકડી, લોખંડની પાઈપ વડે માર મારી તેમજ વચ્ચે છોડાવવા પડેલ વ્યકિતને માર મારી ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફશ્રિયાદ નોંધાવવા પામી છે. જયારે સામે પક્ષે ફરિયાદીની બહેન ઉપર નજર રાખતો હોય અને ફળિયામાં નહિ આવવાનુ કહ્યાની અદાવત રાખી ઝધડો-તકરાર કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.
વિસ્તૃત વિગતો પ્રમાણે ગોધરા બામરોલી રોડ મારવાડી વાસ હનુમાન મંદિર પાસેથી ફરિયાદી જીગર ઉર્ફે બટકો જીતુભાઈ રાવળ ચાલતો હતો ત્યારે આરોપી ગોપાલભાઈ અમરાજી મારવાડી, રામુભાઈ મારવાડી, પ્રકાશભાઈ રમેશભાઈ મારવાડી, વિશાલભાઈ વિષ્ણુભાઈ મારવાડી, દશરથભાઈ કાળુભાઈ મારવાડી, તેને જોઈને તુ અહિંયા કેમ વારંવાર આંટા મારે છે તેમ કહી ગાળો બોલતા હોય જેથી જીગરે હું અહિંથી કાયમી નીકળુ છુ અને આજે નીકળ્યો હોય તો શુ થઈ ગવયુ તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. અને ધરેથી તલવાર અને લોખંડની પાઈપો લઈ આવ્યા હતા. આરોપી રાજુભાઈ મારવાડી અને દશરથભાઈ મારવાી તલવાર લઈ દોડી આવી તેમજ પ્રકાશ મારવાડીએ લોખંડની પાઈપ જીગરને માથામાં મારી ઈજાઓ પહોંચાડી શિવમ રાવળ વચ્ચે છોડાવવા પડતા આરોપી ઈસમે લોખંડની પાઈપ મારી ઈજાઓ કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવા પામી છે. જયારે સામા પક્ષે અજયભાઈ સોમાભાઈ ભીલ એ ફરિયાદ આપી હતી કે, તેમાં જીગર રાવળ તેની બહેન પર ખરાબ નજર રાખતો હોય તે બાબતે એક દિવસ પહેલા ફળિયા બાજુએ નહિ આવવા જણાવેલ તે બાબતે અદાવત રાખી આરોપી જીગર રાવળ, શિવમ રાવળ, સાગર રાવળ ઉશ્કેરાઈ જઈ ઝધડો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.