ગોધરા બામરોલી રોડ જલારામ નગર-2માં ધર આગળ બેઠેલ બે ગાયોની ઈનાવો ગાડીમાં કત્તલના ઈરાદે ચોરી જતાં ફરિયાદ

ગોધરા, ગોધરા બામરોલી રોડ જલારામ નગર-2માં ફરિયાદીના ધર આગળ બેઠેલ માલિકીની બે ગાયોનું કત્તલ કરવાના ઈરાદે ઈનોવા ગાડીમાં ભરીને ચોરી કરી જતાં આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા બામરોલી રોડ જલારામ નગર-2માં રહેતા ભુપતભાઈ ગોકળભાઈ ભરવાડના ધર આગળ રાત્રીના સમયે માલિકીની બે ગાયો બેઠેલ હતી. કિંમત 50,000/-રૂપીયાને આરોપી ઈસમોએ કત્તલ કરવાના ઈરાદાથી ઈનોવા ગાડી નં.જીજે.01.કેએચ.7103માં ભરી લઈ જઈ ગુન્હો કર્યાની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.