ગોધરા,
ગોધરા નજીક બામરોલી ચોકડી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક કાર પલ્ટી ખાઇ ગઇ હતી, જેમાં કારમાં સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરનાં ખોડિયારનગર વિસ્તારમાં રહેતા મયુર વિરેન્દ્રકુમાર પંચાલ તેઓના પિતાના કામકાજ અર્થે કાર લઈને સંતરામપુર ગયા હતા, સંતરામપુર ખાતે કામ પતાવીને મયુર પંચાલ અને તેના દાદા ઈશ્વરભાઈ પંચાલ પોતાની કાર લઈને ગતરોજ બપોરના સમયે વડોદરા તરફ જઈ રહ્યા હતા, તે વેળાએ ગોધરા નજીક આવેલ વડોદરા દાહોદ હાઇવે પર બામરોલી ચોકડી પાસે એક ઇકો કારના ચાલકે મયુર પંચાલની કારને ટક્કર મારી હતી, જેમાં મયુર પંચાલની કાર ત્રણ જેટલી પલ્ટી ખાઇ ગઇ હતી, બીજી તરફ કારમાં સવાર મયુર પંચાલ અને ઈશ્વરભાઈ પંચાલ ઇજાગ્રસ્ત થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, સમગ્ર મામલે અક્સ્માત સર્જનાર ઇકો કારના ચાલક સામે ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.