ગોધરા બામરોલી રોડ ચાણ્કય એપાર્ટમેન્ટના મકાન માંથી 1.10 લાખની મત્તાની ચોરી કરતાં તસ્કરો

ગોધરા, ગોધરા શહેર બામરોલી રોડ ઉપર આવેલ ચાણ્કય એપાર્ટમેન્ટના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ધરમાં રાખેલ તિજોરી માંથી દાગીના અને રોકડ રૂપીયા મળી 1,10,700/-રૂપીયાની મત્તાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેર બામરોલી રોડ આઈ.ઓ.સી.પેટ્રોલ પંપ સામે ચાણ્યક એપાર્ટમેન્ટમાં રહેતા હિતેન્ર્દ્ર પૂનમચંદ પંડયાના બંધ મકાનને 22 જુલાઈના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મેઈન દરવાજાનુંં તાળું નકુચા સાથે તોડી ધરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં રાખેલ સોના-ચાંદીના દાગીના કિંમત 1,03,000/-રૂપીયા, રોકડા 7700/-રૂપીયા જુની ચલણી સિકકાના ડબ્બા મળી કુલ 1,10,700/-રૂપીયાની મત્તાની ચોરી કરી જતાં આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.