ગોધરા બામરોલી રોડ ઉપર આવેલ ખુશી અને અપસરા સ્પા સંચાલકો વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ

ગોધરા, પંચમહાલ જીલ્લા પોલીસે રાજ્ય ગૃહ મંત્રીના સુચનો બાદ એકશનમાં આવી ગોધરાના બામરોલી રોડ વિસ્તરમાં બે સ્પા સેન્ટરો પર દરોડો કરી સ્પા સંચાલક વિરૂધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવામાં આવી.

ગુજરાત રાજ્યમાં સ્પા અને દેહ વ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવાની રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના સૂચનો આવવામાં આવ્યા હતાં. પંચમહાલ જીલ્લા પોલીસ પણ એકશનમાં આવી હતી. ગોધરા એ ડીવીઝન પોલીસે બામરોલી રોડ ઉપર ચાલતા ખુશી સ્પા અને અપસરા સ્પા ના સંચાલકો દ્વારા સ્પામાં કામ કરતાં પરપ્રાંતિયોની કોઇ પણ પ્રકારની પોલીસને જાણ નહી કરી જાહેરનામાનો ભંગ કરતાં બન્ને સ્પા સંચલકો વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. ગોધરામાં સ્પા સેન્ટરો ઉપર પોલીસ કાર્યવાહીને લઇ જીલ્લામાં અન્ય સ્પા સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો.