ગોધરા બામરોલી ચોકડી પાસે ખાનગી ગોડાઉનમાંથી 1.40 લાખના વાયરોની ચોરી

ગોધરાના બામરોલી ચોકડી પર આવેલ ખાનગી કંપનીના ગોડાઉનમાંથી અજાણ્યા તસ્કરો રૂ.1.40 લાખની કિંમતનો કેબલ વાયર કાપીને ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલી સ્વર્ણભુમિ સોસાયટીમાં રહેતા ક્રિષ્ણાકુમાર બિશેશ્ર્વરનાથ દુબે ગોધરા શહેરના બામરોલી ચોકડી પાસે આવેલી જય સોમનાથ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ.નામની કંપની માં ફરજ બજાવે છે.