ગોધરા, ગોધરા એલ.સી.બી.પોલીસ બામરોલી ચોકડી પાસે વાહન ચેકીંંગમાંં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, એમ.પી. કડીવાડા તરફ એક ઈસમ બે પલ્સર બાઈકો નંબર વગરની વેચવા માટે ફરે છે. એક બાઈક ભેખડીયા ગામ પાસે મેશરી નદીના કોતરમાં સંતાડી રાખી અને બીજી બાઈક લઈ ગ્રાહકની શોધમાં નિકળેલ છે. તેવી બાતમીના આધારે એક આરોપીને ઝડપી એ ચોરીની બાઈકો કબ્જે લીધી. કાલોલ અને દે.બારીયા પોલીસ મથકે નોંધાયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એલ.સી.બી. પોલીસ બામરોલી ચોકડી પાસે વાહન ચેકીંંગમાંં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, એમ.પી.કડીવાડા તરફનો એક ઈસમ બે પલ્સર નંબર વગર વેચવા માટે ફરી રહ્યા છે. બે બાઈકો પૈકીની એક બાઈક ભેખડીયા ગામે મેશરી નદીના કોતરમાં સંંતાડી રાખી છે અને બીજી બાઈક લઈને વેચવા માટે ગ્રાહક શોધવા ગોધરા તરફ આવનાર છે. તેવી બાતમીના આધારે બામરોલી ચોકડી ઉપર નાકાબંધી કરી કરશનભાઈ લક્ષ્મણભાઈ તોમર (રાઠવા) (રહે. ખરખાલી, કડીવાડા, એમ.પી.)ને નંબર વગરની બાઈક સાથે ઝડપી પાડયો હતો. ઝડપાયેલ ઈસમની પુછપરછ દરમિયાન દોઢ મહિના પહેલા ઢીલાભાઈ લલ્લુભાઇ કીરાડ મને વેચવા માટે બે પલ્સર બાઈક આપી ગયેલ ઢીલાભાઈ લલ્લુભાઈ કીરાડએ ધરે આવી બન્ને બાઈકો ગોધરા વેચવા માટે બન્ને બાઈક લઈ આવ્યા હતા. ઢીલાભાઈ કીરાડ ગોધરા નજીક નદી પાસે ઝાડી ઝાખરામાંં બાઈક મૂકી આવું છું તેમ કહી નાશી છુટીયા હતા. આ બન્ને બાઈકો ચોરી કરી હોવાની કબુલાત કરી ગોધરા એલ.સી.બી.પોલીસે કાલોલ અને દે.બારીયા ખાતે બાઈક ચોરી નોંધાયેલ ગુનો ડીટેકટ કર્યો.