ગોધરા-વડોદરા હાઈવે રોડ પર બહુમાળી બિલ્ડિંગના ગેટ પાસે એસ.ટી.બસ ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી મોટરસાયકલને અડફેટે લેતા બાઈક ઉપર ફરિયાદીના પિતા ફંગોળાઈ જતાં હાથ અને ખભાના ભાગે ઈજાઓ પહોંચાડી બસ ચાલક વાહન લઈ નાસી જતાં ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા બહુમાળી બિલ્ડિંગના ગેટ પાસે એસ.ટી.બસ નં.-જીજે-18-ઝેડટી-0936ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી ફરિયાદી કમલેશભાઈ કમલેશભાઈ શ્રીમાળીના પિતા ખુસાલભાઈ શ્રીમાળીની જ્યુપીટર મોટરસાયકલને અડફેટમાં લેતા ખુસાલભાઈ રોડ પર ફંગોળાઈ જતાં માથાના તેમજ હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી બસ ચાલક વાહન લઈ નાસી છુટી ગુનો કર્યાની ફરિયાદ એ-ડીવીઝન પોલીસ મથકે નોંધાવવા પામી છે.