ગોધરા બગીચા સામે પાલિકા શોપીંગ સેન્ટરની કેટલીક દુકાનોના પાછળના ભાગે ગેરકાયદેસર બાંધકામ : પાલિકાની નોટીસ છતાં કરાઈ રહ્યું છે બાંધકામ

  • પાલિકાની નોટીસને અવગણી ચાલતા બાંધકામને કરવા આવે તે જરૂરી
  • રામ સાગર તળાવના અંદરના ભાગે દુકાનદારો દ્વારા કરાતા બાંધકામ માટે જીલ્લા કલેકટર કાર્યવાહી કરે તેવી માંગ

ગોધરા,
ગોધરા શહેર બગીચા રોડ ઉપર આવેલ પાલિકા શોપીંંગ સેન્ટરની અમુક દુકાનોના પાછળ તળાવના ભાગે કોઈપણ જાતની મંજુરી વગર દુકાનદારો દ્વારા ગેરકયદેસર દબાણો કરીને બાંધકામ કરવામાં આવી રહ્યું છે. પાલિકા તંત્રની ધ્યાનમાં આવતા નોટીસ પાઠવીને બાંધકામ અટકાવવા માટે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં દુકાનદારો એ પાલિકાની નોટીસની અવગણના કરીને બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું છે. એક તરફ દેશમાં એક માત્ર ગોધરાનું રામસાગર તળાવ ચારે તરફની બંધીયાળું છે. માત્ર એક તરફનો ભાગ નામ માત્ર ખુલ્લો રહેલો છે. ત્યારે અગાઉના સમગયાળામાં કોઈપણ જાતના નિયમોનું પાલન નહી કરીને તળાવની ફરતે દુકાનો ઉભી કરી દેવામાં આવી છે. તે ઓછું હોય તેમ હાલમાં પાલિકાના શોપીંગ સેન્ટરની નિયત દુકાનોની લંબાઈ વધારી દેવાનું દુકાનદારો કામ હાથમાં લીધી છે. પાલિકા તંત્ર નોટીસ આપવા છતાં બાંધકામ ચાલુ રાખેલ છે. ત્યારે હવે જીલ્લા કલેકટર દ્વારા ગોધરા શહેરના તળાવમાં થતાં વધારાના દબાણવાળા બાંધકામને બંધ રાખવાનો પ્રયત્ન કરે તે જરૂરી છે.

દેશભરમાં એકમાત્ર ગોધરા શહેરનું રામસાગર તળાવની ફરતે પાકા બાંધકામ કરેલ જોવા મળે છે. પાલિકાના તત્કાલીન સત્તાધિશો એ શહેરના વિકાસ કરવાની લ્હાયમાં તળાવની ફરતે કોઈપણ જાતના નીતિ નિયમોનંું પાલન કર્યા વગર શોપીંગ સેન્ટર બાંધી દેવામાં આવ્યા હતા. શોપીંગ સેન્ટર થી તળાવના મોટાભાગ ઢંકાઈ ગયો છે. માત્ર તળાવના હોળી ચકલા ચબુતરા પાસેના એકમાત્ર ભાગ ખુલ્લો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં શહેરી વિસ્તારોમાં આવેલ તળાવોની ફરતે બ્યુટીફિકેશન કરવા માટે લાખો રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાં ગોધરા નગર પાલિકાનું રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશન કરવાનું આયોજન પણ સામેલ હતું પરંતુ રામસાગર તળાવની ફરતે શોપીંગ સેન્ટર હોવાને લઈ રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશન કામગીરી થઈ શકે તેમ નહિ. આખરે ગોધરા નગર પાલિકા દ્વારા નગર પાલિકા કચેરીની પાછળ તળાવના ભાગે બ્યુટીફિકેશન કરીને રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશન કામગીરી પુરી કરી દેવામા આવી હતી. આમ તળાવની ફરતે શોપીંંગ સેન્ટરને લીધે નગરજનોને વોક વે માટે મળનાર સુવિધા થી વંચિત રહ્યો છે. તળાવની ફરતે શોપીંગ સેન્ટર લઈને તળાવ પોતાની સુંદરતા ગુમાવી છે. ત્યારે આટલું ઓછું હોય તેમ નગર પાલિકાના શોપીંગ સેન્ટરમાં દુકાનો ધરાવતા દુકાનદારોને દુકાનો લાંબી કરવાનું ઘેલું લાગ્યું છે. પાલિકામાં અગાઉ થી ચાલતી પ્રથા મુજબ વિકાસ ફાળો આપીને મનમાની રીતે દુકાનદાર તળાવના અંદરના ભાગે ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ કરીને દુકાનની લંબાઈ વધારી શકે છે. તે પ્રથાનો ભાલ લેવા માંગતા બગીચા રોડ ઉપર આવેલ શોપીંગ સેન્ટરના અમુક દુકાનદારો એ પાલિકા તંત્રની મંજુરી વગર દુકાનોમાં તળાવના ભાગે દબાણ કરીને બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. પાલિકા પ્રમુખના ધ્યાનમાં આવતાં બાંધકામકર્તા દુકાનદારોને નોટીસ આપીને બાંંધકામ રોકવા માટેના સુચન કરવામાંં આવ્યા છે. પાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે તળાવમા દબાણ કરીને કરવામાં આવતાં બાંધકામ રોકવાની નોટીસની પરવાર કર્યા વગર પણ પાલિકા શોપીંંગ સેન્ટરની દુકાનો પાછળના ભાગે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જો પાલિકા હસ્તકના શોપીંગ સેન્ટરમાં દુકાન ધરાવતા દુકાનદારો પાલિકાની નોટીસને અવગણીને બાંંધકામ ચાલુ રાખવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા નોટીસ આપ્યા બાદ પણ તળાવના ભાગે દબાણ કરીને ધાબુ નાખી દેવામાં આવ્યું છે. ત્યારે જીલ્લા કલેકટર દ્વારા રામસાગર તળાવના અંદરના ભાગે દુકાનદારો દ્વારા હાલમાં જે દબાણો કરવામાંં આવી રહ્યા છે. બંધ કરાવવાની કાર્યવાહી કરે તે જરૂરી છે. જો રામસાગર તળાવના અંદરન ભાગે આવી રીતે પૂરણ કરીને દબાણ થતાં રહેેશે તો આવનાર સમયમાં રામસાગર તળાવ નામશેષ થાય તો નવાઈ નહિ ત્યારે જીલ્લા કલેકટર દ્વારા આ બાબતે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ નગરજનોમાં ઉઠી રહી છે.