ગોધરા શહેરના બસ સ્ટેશ થી બગીચા રોડ ઉપર મુખ્ય માર્ગ ઉપર ભુર્ગભ ગટર લાઈનની ચેમ્બરમાંં મસમોટો ભુવો પડતા વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો. તેમ છતાંં પાલિકા તંંત્ર ભુવાનું સમારકામ કરાવામાં બેદરકારી દાખવી હતી. જેને લઈ આજે વહેલી સવારે ગટર લાઈનની ચેમ્બરમાંં પડેલ ભુવામાં ટ્રક ફસાઈ હતી. સદ્દનસીબે જાનહાનિ ટળી હતી.
ગોધરા બસ સ્ટેશન થી બગીચા તરફના મુખ્ય માર્ગ ઉપર ભુર્ગભ ગટર લાઈનની ચેમ્બરમાં મસમોટો ભુવો પડયો હતો. ભુવો પડતા રોડ ઉપર થી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની શકે તેમ હોય તેમ છતાં શહેરાના હાર્દસમા રોડ ઉપર પડેલ ભુવાનું સમારકામ કરવામાં પાલિકા તંત્રએ બેદરકારી દાખવી હતી. જેને લઈ આ ભુર્ગભ ગટર લાઈન ચેમ્બરં ઉપર પડેલ ભુવાની જગ્યાએ વહેલી સવારે ટ્રક ફસાઈ ગઈ હતી. જોકે, મોટું વાહન હોવાથી જાનહાનિ ટળી હતી. આ ટ્રકની જગ્યાએ કાર ફસાઈ હોય તો કારમાં સવાર લોકોને ઈજાઓ પણ પહોંચી શકી હોત ત્યારે બગીચા રોડ ઉપર પડેલ ભુવાનું નકકર સમારકામ કરવામાં આવે તે જરૂરી છે.