ગોધરા, ગોધરા શહેરના બાદશાહ બાવા ટેકરા વિસ્તારમાં તીરગરવાસ નજીકથી દ્વિચક્રિ વાહન લઈ જતાં ચાલકને ધીમે હંકારવાનું કહેતા મામલો બિચકયો હતો. ધટનાનો વિડીયો સોશ્યલ મીડીયા વાયરલ થતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી મામલો ઠાળે પાડયો હતો.
ગોધરા શહેરના તીરગરવાસ નજીકથી દ્વિચક્રિ વાહન પુરઝડપે લઈ પસાર થતા હોય જેને લઈ ધીમે ચલાવવાનું કહેતા મામલો બિચકયો હતો. બાદશાહ બાવા ટેકરા વિસ્તારમાં કેટલાક લોકોના ટોળા માંથી યુવકો પથ્થરો ફેંકતા હોય તેવા વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો. વાહન ધીમે હંકારવા જેવી સામાન્ય બાબત માંથી આવેશમાં બન્ને પક્ષો વચ્ચે થયેલ તણાવમાં એક ટોળામાં યુવાનો દ્વારા પથ્થર મારાની ધટનાનો વિડીયો વાયરલ થતાં બી ડીવીઝન પોલીસ ધટના સ્થળે દોડી આવી મામલો ઠાળે પાડયો હતો અને બન્ને પક્ષે સમાધાન કરાવ્યું હતું. પથ્થર મારામાં કોઇને ઈજાઓ થવા પામી ન હતી.