ગોધરા,ગોધરા શહેર બી.વી.ગાંંધી પેટ્રોલ પંપ પાસેથી એકટીવા લઈને નોકરી ઉપર જતાં પોલીસ કર્મચારીને ટ્રક ચાલકે અડફેટમાંં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું. ટ્રક ચાલક અકસ્માત સર્જી વાહન છોડી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેર બામરોલી રોડ વાસુપૂજય સોસાયટીમાં રહેતા પ્રભાતસિંહ લાખાભાઈ પગી ઉ.વ.56 જે પોલીસ વિભાગમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હોય અને બપોરના સમયે પોતાની એકટીવા જીજે.17.બીવી.9980 લઈને એસ.પી. ઓફિસ ખાતે ફરજ ઉપર જતાં હતા. દરમિયાન બી.વી.ગાંધી પેટ્રોલ પંપ સામે ટ્રક નંં.જીજે.16.એકસ.7086ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવીને પાછળથી ટકકર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા ધટના સ્થળે મોત નિપજાવી વાહન છોડી નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી.