ગોધરાના રે.સર્વે નં.-884, 887, 891, 93, તથા 933 વાળી જમીન તે ઈસ્માઈલ રસુલ બોકડાની દિકરી પાકિસ્તાન ચાલ્યા જવાથી ડેકસ્ટોડિશન ઓફ ઈવકયુ પ્રોપર્ટી તરીકે હકક નોંધ નં.-7061 તા.26/05/1966માં દાખલ કરવામાં આવેલ હોય 47 વર્ષ બાદ જમીન પચાવી પાડવા માટે ભળતા નામની વ્યકિતને ઉભા કરી દિકરીને પત્નિ તરીકે બોગસ હુકમના આધારે 01/02/2023ના રોજ હકક નોંધ 72614 પાડવા માટે અરજી કરી હકક કમી દાખલ થવા બાદ તા.02/06/2023 જમીનમાં પોતાના નામ દાખલ કરાવી જમીન પચાવી પાડવાના ગુનામાં ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે ચાર ઈસમો ખાલીદ હુસેન મોહંમદ હુસેન બોકડા, ઐયુબ મોહંમદ હુસેન બોકડા, ફેઝાન યાકુબ મદારા, મોહસીન જીયાઉદ્દીન ટપલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(2),337, 338, 336(3), 340(2), 341(1), 61(2)મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગોધરાના રે.સર્વે નં.884, સર્વે નં.-887, સર્વે નં.-891, સર્વે નંં.-931, સર્વે નં.-933 વાળી જમીન ફાતમાને ઈસ્માઈલ રસુલ બોકડાની દિકરી જે પાકિસ્તાન ચાલ્યા જવાથી ડેકસ્ટોડિયન ઓફ ઈવકયુ પ્રોપર્ટી તરીકે નોંધ નં.-7061 તા.26/05/1966માં દાખલ કરવામાં આવેલ હતી. અને 47 વર્ષ બાદ આરોપીઓ ખાલીદ હુસેન મોહંમદ હુસેન બોકડા, ઐયુબ મોહંમદ હુસેન બોકડા, ફૈઝાન યાકુબ મદારા, મોહસીન જીયાઉદ્દીન ટપલા એ જમીન પચાવી પાડવા માટે ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ. અને ભળતુ નામ ધરાવતી ફાતમાને મોહંમદ ચુંચલાની દિકરી તે મોહંમદ યુસુફ બોકડાની પત્નિને ફાતમા ઈસ્માઈલ રસુલ બોકડાની દિકરી તે મોહંમદ યુસુફ બોકડાની પત્નિ તરીકે દર્શાવી ઈસ્માઈલ રસુલ બોકડાની દિકરીના લગ્ન મોહંમદ યુસુફ બોકડા સાથે થયેલ ન હોવા છતાં આવુ ખોટુ નામ ધારણ કર્યુ હતુ.
અને નાયબ કલેકટર ગોધરા પ્રાંત ગોધરા ફોડ બોગસ હુકમ ઉભા કરેલ અને જમીનમાં ફાતમા ઈસ્માઈલ રસુલ બોકડાની દિકરી તે મોહંમદ યુસુફ બોકડાની 5ત્નિ નામનો ફ્રોડ હુકમની હકક નોંધ 72614 તા.01/02/2023 પડાવવા મામલતદાર કચેરી ગોધરા શહેરમાં ફાતમા ઈસ્માઈલ રસુલ બોકડા નામની વ્યકિત પાકિસ્તાન જતા રહેલ છે ના નામની અરજી કરેલ હતી. આ અરજી કરતા સમયે ફાતમા મોહંમદ ચુંચલાની દિકરીને મોહંમદ યુસુફ બોકડાની પત્નિ હયાત ન હતી. આ રીતે સરકારી કચેરીમાં ખોટા નામે અરજી કરેલ હતી. આ રીતે ફોડ હુકમથી નામ દાખલ થયા બાદ ફાતમા તે મોહંમદ ચુંચલાની દિકરીને મોહંમદ યુસુફ બોકડાની પત્નિના વારસદારો 11 ખાલીદ હુસેન મોહંમદ યુસુફ બોકડા, ઐંયુબ મોહંમદ યુસુફ બોકડા, એ તેમની વારસાઈ હકક નોંધ નં.-73052 તા.02/06/2023ની કરાવી આ જમીનમાં પોતાનુ નામ દાખલ કરાવી ગેરકાયદેસર લાભ મેળવેલ છે. આ ગેરકાયદેસર લાભ મેળવવા પેઢીનામામાં પોતાની માતા ફાતમાના પિતાનુ નામ ખોટુ દર્શાવી તેની પાછળ પોતાની પિતાનુ નામ દર્શાવી ખોટો લાભ મેળવેલ છે. આ પેઢીનામામાં સાક્ષી તરીકે સહી કરનાર મદારા ફૈઝાન યાકુબ, મોહસીન જીયાઉદ્દીન ટપલાએ પણ ખોટુ પેઢીનામુ બનાવવા માટે તથા ખોટો લાભ મેળવનારને મદદગારી કરવા માટે જવાબદાર છે.
ખોટુ પેઢીનામુ બનાવવા માટે ઐયુબ મોહંમદ યુસુફ બોકડાએ નોટરી રૂબરૂ ખોટુ સોગંદનામુ કરેલ છે. અને માતાના ભળતા નામનો ઉપયોગ ઈવેકયુ પ્રોપર્ટી નામની સરકારી જમીન પચાવી પાડવાના ષડયંત્રમાં 4 ઈસમો વિરુદ્ધ ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ગોધરામાં ભળતા નામની જમીનો પચાવી પાડવાના કારસા રચતા હોય અને અગાઉ આવા ફ્રોડ કર્યા હોય તેવા ભુમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.