ગોઘરાના લાલબાગ એસ.ટી. સ્ટેન્ડ ની સામે આવેલ એ વિવાદિત જમીન કે જે પંચમહાલ કલેકટર કચેરીના રેકર્ડ ઉપર હિજરતી જમીન તરીકે ઓળખાય છે અને આ જમીન ઉપર થયેલા માલિકી હીના બાદ વિવાદો વચ્ચે આંતરિક સમાઘાન ફોર્મ્યુલા ના અમલ સાથે જ આ જગ્યાનો કબ્જો લેવા માટે પોલીસ બંદોબસ્ત માંગીને કરવામાં આવેલા ફેન્સીંગ ની સામે ગોધરા શહેર મામલતદાર એસ.બી.નાયક દ્વારા ગોઘરા (કસ્બા)ના રેવન્યુ સર્વે નંબર ૧૯૧/૨ પૈકી ૧ ની હિજરતી હેડે દાખલ થયેલ જમીન ઉપર કરવામાં આવેલા અનઅધિકૃત કબ્જાને દિન ૩ મા દૂર કરવાની નોટિસ ફટકારી ને કાયદેસર કાર્યવાહી હરતા સમગ્ર શહેરમાં આ મુદ્દો ચર્ચાઓની એરણે ગોઠવાયો છે.
ગોઘરા લાલબાગ એસટી સ્ટેન્ડની સામે કીમતી કહેવાથી રેવન્યુ સર્વે નંબર ૧૯૧/૨ પૈકી ૧ વાળી બંદોબસ્ત સાથે તારીખ ૨૬ જમીનનો કબ્જો ઓનલાઇન પેમેન્ટ દ્વારા પોલીસ સપ્ટેમ્બર ના રોજ લઈને પતરાઓના શેડ મારીને માલિકી હકક ઊભો કરાયો હતો.આ સંદર્ભમા ગોધરા કસ્બાના મહેસુલી તલાટી અને સર્કલ ઓફિસર દ્વારા રેવન્યુ દફતરની ચકાસણી કરીને આ કબ્જ બિનઅધિકૃત કર્યાં હોવાનો અહેવાલ સુપ્રત કર્યો હતો. અંતે ગોધરા શહેર મામલતદાર એસ.બી.નાયકે આ વિવાદિત જમીનમાં માલિકી હકક ઊભો કરનારા પ્રતિવાદીઓ ને જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૬૧ હેઠળ ગોઘરા કસ્બાની આ હિજરતી જમીન ઉપર ના અનઅધિકૃત કબ્જા ને દિન ૩ માં દૂર કરવાની નોટિસ ફટકારી ને તા.૧૬ મી રોજ આધાર પુરાવાઓ સાથે હાજર રહેવાનો આદેશ કર્યાં છે.