- સરકારી એમીની પ્રોપર્ટી કોના ઇશારે ફેન્સીંગ કરાઇ.
- શું ગોધરા પ્રાન્ત અધિકારી દ્વારા પરમીશન અપાઇ હશે ?
- બી.એન. ચેમ્બરની બાજુવાળી જમીનમાં કોની રહેમનજર ?
ગોધરા, ગોધરા બી.એન.ચેમ્બરની બાજુમાં આવેલ ભારત મોટર ગેરેજવાળી મિલ્કત એનીમી પ્રોપર્ટી હોય જેને લઈ ગોધરા તત્કાલીન મામલતદાર દ્વારા મિલ્કત સરકારી માલિકીની હોય જેથી મિલ્કત સીલ કરી જાહેર નોટીસ લગાડવામાં આવી હતી. ભારત મોટર ગેરેજના ભાડુઆત કબ્જો દ્વારા મિલ્કત સંબંધે સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યા હતા. સુપ્રિમ કોર્ટ દ્વારા એનીમી પ્રોપર્ટી હોય તેમાં કોઈ દખલ કરાઈ નહિ તેવો હુકમ કર્યો હતો. બાદ આ મિલ્કત નગર પાલિકા રેકર્ડ ઉપર માલિકી ધરાવતા મિલ્કત માલિકના વારસદારે એનીમી પ્રોપર્ટીમાં જે સરકાર હસ્તક લેવાઈ હોય તેવી મિલ્કત સીટી સર્વે નં.191/2 પૈકીવાળી જમીન વેચાણ દસ્તાવેજ કરીને છુંગા મોહમંદ હનીફ હુસેનને અપાઈ અને સરકાર હસ્તક રેકર્ડ લેવાયેલ મિલ્કતમાં નગર પાલિકા ઉપર તા.27/07/2023માં જોષી શ્રીકાન્ત દેવીપ્રસાદ હોય તે મિલ્કત તા.19/08/2023માં માલિકા બદલાઈને છુંગા મોહમંદ હનીફ હુસેનના નામની પાલિકાનું માંગણા બીલ અપાયુંં. સરકાર હસ્તક જાહેર નોટીસથી લેવાયેલ મિલ્કત રાતોરાત વેચાણ કરાઈ હતી અને રેકર્ડ ઉપર માલિકી હકક પણ બદલાઈ ગયા હોય આ મિલ્કતના ભાડુઆત કબ્જો ધરાવતા ભારત મોટર ગેરેજવાળા સુપ્રિમ કોર્ટમાં જતાં એનીમી પ્રોપર્ટી માટે સુપ્રિમ કોર્ટ દ્વારા 5,000/-રૂપીયાનો દંંડ કરવામાં આવ્યો હોય તેવી સરકાર હસ્તકની એનીમી પ્રોપર્ટી જાહેર નોટીસનું બોર્ડ લાગેલ હોય અને મિલ્કત સીલ કરેલ હોવા છતાં મિલ્કતના વેચાણ દસ્તાવેજ થયા અને મિલ્કતના માલિક બદલાતા એનીમી પ્રોપર્ટી સરકારી હકક રદ થતો હોય તેમ આ એનીમી પ્રોપર્ટીમાં ફેન્સીગ કરવામાં આવી છે. આ બાબતે ભાડુઆત ભારત મોટર ગેરેજવાળા કબ્જેદાર દ્વારા તા.26/09/2023ના રોજ પ્રાંત અધિકારીને રજુઆત કરી હતી. સરકાર હસ્તક લેવાયેલ એનીમી પ્રોપર્ટીવાળી જગ્યા પર જવા માટે 5,000/-રૂપીયાના દંંડની જોગવાઈ છે. ત્યારે તત્કાલીન મામલતદાર ગોધરા દ્વારા મિલ્કત સીલ કરાઈ હતી અને સીલ કોના ઈશારે હટાવાયું અને એનીમી પ્રોપર્ટીમાં ફેન્સીંગ કામગીરી પણ કોના ઇશારે કરાઈ રહી છે. સરકારી પ્રોપર્ટી જાહેર કરાયા બાદ નિયમો દરેક માટે સરખા હોવા છતાં આ બી.એન. ચેમ્બર બાજુવાળી મિલ્કતમાં આટલી છુટ આપવામાં આવી હોય તેની રજુઆત છતાં પ્રાંત અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી નહિ થતા આ એનીમી પ્રોપર્ટીના ભાડુઆત કબ્જેદાર દ્વારા ગાંધીનગર સી.એમ.ઓ. ઓફિસ સુધી મૌખિક રજુઆત કરાઈ છે.