ગોધરા બી.એન.ચેમ્બરની બાજુની સરકાર હસ્તકની જમીનમાં સીટી સર્વેની ચાલાકીથી દસ્તાવેજ થયા….?

ગોધરા, ગોધરા બી.એન.ચેમ્બરની બાજુમાં આવેલ સર્વે નંં.191/2વાળી જમનીને તાત્કાલીક ગોધરા મામલતદાર દ્વારા એનીમી પ્રોપર્ટી ઉપર ચાલતા ગેરેજવાળી મિલ્કતને સરકાર હસ્તક લઈને જાહેર નોટીસ મારી પ્રવેશ બંધી ફરમાવી હતી. હાલ આ મિલ્કતનેા કેસ નામદાર સુપ્રિમ કોર્ટમાં ચાલું છે, તેમ છતાં કેટલાક વ્યકિતઓ પોતાના આર્થિક ફાયદા માટે સરકાર હસ્તક લેવાયેલ જમીનમાંં અ અને બ પાર્ટનો લાભ લઈને બારોબાર જમીનના મુળ માલિકનો વારસદારો દ્વારા વેચાણ દસ્તાવેજો કરી આપવામાં આવ્યા છે.

ગોધરા બી.એન.ચેમ્બરવાળી સર્વે નંબર 191/2 વાળી જમીનમાંં જે તે સમયે સરકાર હસ્તક લેવામાં આવી હોય તે સમયે આ સર્વે નંંબર 191/2 વાળી મિલ્કતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તેના લાભ હિત ધરાવતા લોકો ઉઠાવી રહ્યા છે. સરકાર દ્વારા 191/2 વાળી જમીન એનીમી પ્રોપર્ટી જાહેર કરી સરકાર હસ્તક લેવામાં આવી હોય પરંંતુ આ મિલ્કતમાં સીટી સર્વેમાં એનીમી પ્રોપર્ટીની એન્ટ્રી ન કરી હોય તેનો લાભ લઈને સરકાર હસ્તક લેવાયેલ પ્રોપર્ટીના વેચાણ દસ્તાવેજથી વેચાણ કરાઈ જતા સરકારી રેકર્ડ ઉપર રહેલ ભુલનો ફાયદો ઉઠાવી રહ્યા હોય તેમ જણાય છે.

Don`t copy text!