ગોધરા,પંચમહાલ જીલ્લામાં આવેલ ગોધરા શહેરમાં બી ડિવિઝન પોલીસ મથકમાં નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ અને બી ડિવિઝનના પી.આઈ. એ.કે.કલાસવાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
આગામી ટૂંક સમયમાં બકરી ઈદ પર્વને ઉજવણી થનાર છે. ત્યારે ગોધરા શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ધર્મગુરૂઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કોઈપણ ધર્મની લાગણી ન દુભાય તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી. ગોધરા શહેર સહિત પંચમહાલ જીલ્લામાં બકરી ઈદ પર્વ નો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે તમામ આગેવાનો અને ધર્મ ગુરૂએ આ બાબતે ખાતરી આપી હતી. જ્યારે ગોધરા શહેર અને પંચમહાલ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થામાં ભંગ ના થાય તે માટે ઉપસ્થિત હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનોએ બાંયધરી આપી હતી.