ગોધરા બી-ડીવીઝન પોલીસ દ્વારા પંચામૃત ડેરીમાં કાયમી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ આરોપી નિશાંક નુપેનભાઈ પાઠક દ્વારા ફરિયાદીના છોકરીને પંચામૃત ડેરીમાં નોકરી મળી જશે 15 લાખ રૂપિયા થશે તેવા વિશ્વાસ અપાવી થોડા થોડા કરી કુલ 11,85,660/-રૂપિયા પડાવી લઈ નોકરી નહિ અપાવી છેતરપિંડી વિશ્વાસધાત કર્યાની ફરિયાદ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં કૈલાશ પર્વત હોટલ પાસે લુણાવાડાના ભોજ ગામના યુવાનને પંચામૃત ડેરીમાં કાયમી નોકરી અપાવવાનો વિશ્ર્વાસ આપી 50,000/-રૂપિયા પડાવી લેવાના ગુનામાં ભેજાબાજ નિશાંક નુપેનભાઈ પાઠકને ગોધરા બી-ડીવીઝન પોલીસે ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે આરોપી નિશાંક નુપેનભાઈ પાઠક દ્વારા 2021 થી 2022 દરમિયાનાના સમયગાળામાં ફરિયાદી કાશ્મિરાબેન સુનીલકુમાર શાહ(રહે.પથ્થર તલાવડી, પગારદાર સોસાયટી, ગોધરા)ને મળ્યા હતા.
અને મારે પંચામૃત ડેરીમાં સારી ઓળખાણ છે તમારી છોકરીને નોકરી જોઈતી હોય તો મળી જશે. તેના માટે રૂ.15 લાખ થશે. તેવા વિશ્વાસ અને ભરોસો આપીને નિશાંક પાઠકે ફરિયાદી બેન પાસેથી થોડા થોડા કરી કુલ રૂ.11,85,660/-લીધા હતા. અને ફરિયાદીની છોકરીને નોકરી નહિ અપાવી વિશ્ર્વાસધાત છેતરપિંડી કરી ગુનો કરતા આ બાબતે શહેરા પોલીસ મથકે આરોપી નિશાંક નુપેનભાઈ પાઠક વિરુદ્ધ ઈપીકો કલમ 406, 420 મુજબ ગુનો નોંધાવવા પામ્યો છે. આરોપી હાલમાં ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકમાં ચાર દિવસના રિમાન્ડ ઉપર હોય તેવા આરોપીને વધુ એક છેતરપિંડીનો ગુનો નોંધાવવા પામ્યો છે. ત્યારે જોવુ રહ્યુ કે આ આરોપી અન્ય કેટલા વ્યકિતઓ સાથે ફ્રોડ કર્યો છે તે રિમાન્ડમાં ખુલવા પામશે.